પાક.ના ચૂંટણીપંચે મિલ્લી મુસ્લિમ લીગની દરખાસ્ત રદ્દ કરી
તાજેતરમાં લશ્કર એ તોયબાના સ્થાપક હાફિઝ સઈદે પાકિસ્તાનના રાજકારણમાં ઝંપલાવવાની તૈયારી કરી હતી. હાફિઝ સઈદના ટેકાવાળા રાજકીય પક્ષે ચૂંટણીમાં ઉભા રહેવા મંજૂરી માંગી હતી. જો કે, પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદના સત્તા ઉપરના નિયંત્રણના ભય સ્થાનો જોતા આ પક્ષને ચૂંટણીમાં ઉભા રહેવા પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી છે.
પાકિસ્તાનના ચૂંટણીપંચે આફિઝ સઈદના ટેકાવાળા રાજકીય પક્ષ મીલ્લી મુસ્લિમ લીગને મંજૂરી આપવાની દરખાસ્ત ફગાવી દીધી છે. અમેરિકા આફિઝ સઈદને આતંકી માની ચૂકયું છે. આફિઝે થોડા સમય પહેલા જ આતંકવાદ ફેલાવવા આર્થિક ભંડોળ એકઠુ કરવા માટે જમાત ઉલ દાવા ઈસ્લામીક ચેરીટી નામની સંસ્થા સ્થાપી હતી. અમેરિકાએ વૈશ્ર્વિક આતંકી હાફિઝ સઈદ પર ૬૫ કરોડ ‚પિયાનું ઈનામ જાહેર કર્યું છે. હાલ પાકિસ્તાનમાં સઈદ નજર કેદ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાનના રાજકારણમાં ભારત વિરુધ્ધ કામ કરતી સંસ્થાઓને ઘુસાડવા માટે આઈએસઆઈએ પ્લાન ઘડી કાઢયો છે. જેમાં પાક.ના પૂર્વ આર્મી જનરલ સહિતના તત્ત્વો સામેલ છે. અમેરિકા સાથે સંબંધો જાળવવા માટે હાલ પાકિસ્તાન સઈદ અને તેને લાગતા વળગતા સામે કાર્યવાહી કરી રહ્યું છે.