બ્રિટીશ મૂળના અભિનેતાને પદ્મશ્રીનો ખિતાબ મળ્યો હતો
ટોમ ઓલ્ટર પદ્મશ્રી અભિનેતા, લેખકનું ૬૭ વર્ષની વયે નિધન થયું છે.તેઓ બ્રિટિશ નાગરિક છે ભારત ફરવા આવ્યા ગમ્યું ને અહી જ રહી ગયા ટૂંકમાં ટોમ ઓલ્ટર એક પ્રકારે ભારતીય જ હતા તેમણે ફિલ્મ ટીવી અને રંગમંચ ક્ષેત્રે લેખન અને અભિનય ક્ષેત્રે કામ કર્યું છે.
મહેશ ભટ્ટના ખાસ મિત્ર એવા ટોમ ઓલ્ટર ભટ્ટની ફિલ્મોમાં હોય જ. તેમને ફિલ્મ ‘આશિકી’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પૂરસ્કાર મળ્યો હતો. તેઓ ફિલ્મી પડદે મોટાભાગે એક ગોરા ઓફિસરની ભૂમિકામાં જ દેખાયા છે. કેમકે તેમનો વાન યૂરોપીયન જેવો ગોરો હતો. તેમણે હિન્દી ખૂબ જલ્દી શીખી લીધું હતુ આમ છતાં તેમની ડાયલોગ ડિલીવરીમાં અંગ્રેજીની છાંટ આવી જ જતી આશિકીમાં તેમણે એક વેટરનની ભૂમિકા અદા કરી હતી. આ સિવાય ફિલ્મો ક્રાંતિ, રામ તેરી ગંગા મૈલી જેવી જાણીતી બોલીવૂડ મૂવી તેમના ખાતામાં છે.
ટોમ ઓલ્ટરે મરાઠી નાટય ફિલ્મ અભિનેત્રી મંજરી દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. તેઓ બ્રિટન અને ભારતીય સિટિઝનશિપ ધરાવતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ટોમ ઓલ્ટર ત્વચાના કેન્સર (સ્ક્રીન કેન્સર)થી ગ્રસ્ત હતા અને ગઈકાલે તેમનો દેહાંત થયો. બ્રિટિશ કલાકાર ટોમ ઓલ્ટર ટીવી નાટય અને ફિલ્મ એમ ત્રિવિધ ક્ષેત્રે વર્ષો સુધી સક્રિય રહ્યા મુંબઈના પૃથ્વીરાજ થીએટરમાં તેમણે લખેલા નાટકો અને કૃતિઓ ભજવાય ત્યારે અઝિઝ મિર્ઝા, નસી‚દીન શાહ, સ્વ. ઓમપુરી જેવા દિગ્ગજો જોવા માટે આવતા તેમણે શ્યામ બેનેગલ જેવા આર્ટ ડાયરેકટર સાથે પણ કામ કર્યું હતુ.