જાહેર માર્ગ પર ભરાયેલ વરસાદી પાણીને કારણે પાલિકા સામે લોકોમાં રોષ..
રાધનપુર નગરમાં સોમવારના સાંજે એક એક વાતાવરણમાં પલટો આવ્યો હતો. માત્ર એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીમાં પાણી ભરાતા નગરપાલિકાની બેદરકારી સામે આવી હતી.
રાધનપુર નગરમાં ચોમાસા ની સીઝન દરમિયાન નગરજનોને વરસાદી ઝાપટાઓનો અનુભવ થતો હતો. વરસાદી ઝાપટા બાદ ઉઘાડ નીકળે ત્યારે ઉકળાટ અને અસહ્ય બફારા થી નગરજનો પરેશાની ભોગવી રહ્યા હતા.એકાદ સપ્તાહથી ગરમીએ ને ઉકળાટ બાદ સોમવારના સાંજે એકા એક વાતાવરણમાં પલટો આવ્યો હતો.આકાશમાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા અને સાંજે ચારેક વાગ્યે નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.સાંજના ચાર થી પાંચ વાગ્યા સુધીમાં 65 મીમી (અઢી ઇંચ) વરસાદ નોંધાયો હતો.સાંજના સમયે પડેલા અઢી ઇંચ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમી અને ઉકળાટથી નગરજનોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી જેને પગલે વરસાદી પાણી ના નિકાલ માટે શહેરમાં ગટરોની સફાઈ કરવવાની જવાબદારી સ્થાનિક તંત્રની હોય છે પરંતુ રાધનપુરમાં નગર પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કોઈજ કામગીરી કરવામાં આવી નથી જેને લઇને શહેરના મુખ્ય માર્ગો પર ત્રણેક ફૂટ જેટલા પાણી ભરાયા હતા જાહેર માર્ગ પર ભારતે વરસાદી પાણીને કારણે માર્ગની બાજુમાં આવેલ દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે કેટલીક દુકાનોના ઓટલા પર પાણી પહોંચતા વહેપારીઓ જીવ તાળવે ચોંટયા હતા અને નગર પાલિકા ના સત્તાધીશોની બેદરકારી સામે વહેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.