દેશના 10 લાખ ઉદ્યોગ સાહસીકોને જોડવાનો પ્રયાસ
IIM-EDIનું મળશે સર્ટિફીકેટ: નિ:શુલ્ક ઓનલાઈન કોર્ષમાં દૈનિક 15 મીનીટના વિડીયો જોવા મળશે: સંપૂર્ણ કોર્ષ ઓનલાઈન રહેશે
વિકસીક ભારત, સક્ષમ ભારત,આત્મનિર્ભર ભારત આસ્વપ્ન ત્યારે જ શકય બનશે કે જયારે ભારતનો દરેક નાગરીક સક્ષમ બનશે. વિકસીક બનશે અને આત્મનિર્ભર બનશે આવો પ્રયાસ રાજકોટના સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ સીડીન્કેટ સભ્ય ડો. મેહુલ રૂપાણીએ હાથ ધર્યો છે. ભારતના છેવાડાના માનવીને સક્ષમ બનાવવા, નાના વેપારીઓને મોટાગજાના વેપારીઓ બનાવવા, તમામ મહિલાઓ એન્ટરપ્રીનીયરો બનાવવા લેવલ નેકસ્ટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
દેશના લગભગ 10 લાખ જેટલા ઉદ્યોગસાહસીકોને આ પ્રોજકેટથી જોડવાનો પ્રયાસ છે. આ માટે આજરોજ રાજકોટના હેમુગઢવી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડો. મેહુલ રૂપાણી, ડો. અમીનેશ રૂપાણી, મયુર શાહ, ડીવી મહેતા, ભરત ગાજીપરા, સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોજેકટ માહિતી આપતા ડો. મેહુલ રૂપાણીએ જણાવ્યું હતુકે ભારતનો નાનામા નાનો વ્યકિત સક્ષમ બને અને મેકીન ઈન્ડીયા, આત્મનિર્ભર ભારત અને ડીજીટલ ભારત સબ્દોને સાર્થક કરવા લેવલ નેસ્કટ પ્રોજેકટની શરૂઆત કરવામા આવી છે. જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન અંતર્ગત લેવલ નેકસ્ટ આઈઆઈએમ અને ઈડીઆઈના સંયુકત ઉપક્રમને ચલાવવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ઓનલાઈન કોર્ષમાં દૈનિક 15 મીનીટના વિડીયો જોવા મળશે.
આ ઉપરાંત બે એકેડેમીક કોર્ષ એટલે કે દરેક વ્યાપારીને ગ્લોબલ વ્યાપારી બનાવવા બિઝનેશ લેવલ નેકસ્ટ અને દેશના યુવાનોને સ્ટાટઅપથી સફળ બનાવવા એન્ટરપ્રીનીયરો લેવલ નેકસ્ટ પ્રોજેકટ શરૂ કરાયો છે. વધુમાં તેઓ એ જણાવ્યું હતુ કે , આઈઆઈએમ અને ઈબીઆઈ દ્વારા વ્યવસાય વિશે જ્ઞાન અને વિસ્તરણ માટે સોમથી શુક્ર વચ્યુઅલી જ્ઞાન અપાશે અને શનિ-રવિ વર્સસ્ટાઈલ બિઝનેશ વિશે જાગૃતતા અપાશે. આ કોર્ષ 1 વર્ષનો હશે અને ત્યારબાદ જોઈન્ટ સર્ટીફીકેટ આપવામાં આવશે. 16 વર્ષથી ઉપરના કોઈપણ સ્ત્રી પુરૂષ નાત જાતના ભેદભાવ વિના આ કોર્ષ કરી શકશે. કોર્ષની ફી હાલ 0 રાખવામાં આવી છે. જોકે રજીસ્ટ્રેશન ફી 2500 રૂપીયા છે.
કોર્ષ પૂરો થયા બાદ સર્ટીફીકેટ પણ અપાશે
લેવલ નેકસ્ટ તથા આઈઆઈએમએ દ્વારા અર્ધીકૃત બીઝનેશન લેવલ નેકસ્ટ અને લેવલ નેકસ્ટ તથા ઈડીઆઈ દ્વારા અર્ધીકૃત એન્ટરપ્રીનીયરો લેવલ નેકસ્ટ પ્રોજેકટ જે બંને એક વર્ષના છે. 80 ટકા વિડીયો જોનારાઓને દરેક મોડીયુઅલના અંતમાં તો સર્ટીફીકેટ મળશે પરંતુ કોર્ષનાઅંતે પણ જોઈન્ટ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. જોકે તે નોકરી મેળવવા સ્વીકાર્ય નહી રહે.