જીવરાજબાપુનું પૂજન, થાળ, આરતી, મહાપ્રસાદ વગેરે કાર્યક્રમમાં  લાભ લેવા  મહંત  નરેન્દ્રબાપુનુ જાહેર નિમંત્રણ

સૌરાષ્ટ્રમાં ભજન , ભોજન અને ભકિત માટેનુ સુપ્રસિધ્ધ સ્થળ ચોટીલાથી રાજકોટ તરફ 5 (પાંચ) કિ.મી.ના અંતરે આવેલ  આપાગીગાના ઓટલા ખાતે તા.13 બુધવારે સવારે 10 કલાકે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્યાથી ભવ્ય તેમજ દિવ્યાથી દિવ્ય મહોત્સવની સાધુ સંતો તેમજ સેવકો ભકતો વગેરેના હાથે જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુના ફોટાનુ પૂજન કરી અને શાનદાર ઉજવણી કરવામાં આવનાર છે.

ગુરૂપૂનમના દિવસે સવારે પણ ભવ્યાથી ભવ્ય આરતી કરવામાં આવશે . ત્યાર બાદ ભગવાનને અને પૂ સદ્ગુરૂદેવને થાળ ધરાવી અને સર્વે સંતો સર્વે ભકતોની માટે વિશેષ મહાપ્રસાદ પણ રાખવામાં આવેલ છે . આ સત્ત ધર્મના ધામમાં કેલેન્ડરના પાના અથવાતો ધડીયાલના કાંટા જોયા વિના 24 કલાક સૌ ભાવિક , ભકતો તેમજ સેવકો , યાત્રાળુ માટે કાયમી ધોરણે રહેવા તેમજ જમવાની સંપૂર્ણ પણે ફ્રી વ્યવસ્થાઓ આપવામાં આવે છે.

સત્તાધારના સંત  જીવરાજબાપુ ગુરૂ  શામજીબાપુના શિષ્ય અને  આપાગીગા ઓટલાના મહંત  નરેન્દ્રબાપુ ગુરૂ  જીવરાજબાપુની ( નરેન્દ્રભાઇ સોલંકી ) ની યાદી જણાવે છે કે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મદિન અષાઢ સુદ પુનમને ગુરૂપૂર્ણિમાં તરીકે ઉજવવામાં આવે છે . સનાતન ધર્મના ચારેય વેદોની વ્યાખ્યા કરનાર વેદ

વયાસ્જી પ્રથમ વિદ્ધાન હતા . ભગવાનની પ્રાપ્તીનો માર્ગ હંમેશા સદ્ગુરૂ દ્વારા બતાવવામાં આવે છે . પદ્મ સદ્ગુરૂ દેવના આર્શીવાદ હંમેશા તેમના શિષ્યો તેમજ સેવકો માટે કાયમી ધોરણે કલ્યાણકારીજ અને જ્ઞાનવર્ધક હોય છે . સદ્ગુરૂ તો શિષ્યના અંતરના ઓરડામા જ્ઞાનરૂપી અજવાળુ પાથરનાર છે . તેમજ જીવનના જહાજને ગમેતેવી આફતના ખડક સાથે ટકરાતુ બચાવવા માટે 5.પૂ. સદ્ગુરૂદેવ દીવા દાંડીનું કામ કરે છે .

સતાધારના સંત તેમજ પૂજ્ય  જીવરાજબાપુ ગુરૂ  શામજીબાપુ આવા જ ગુરૂઓની યાદીમાં સંપૂર્ણ પણે મોખરે હતા અને છે . અને તેથીજ શાસ્ત્રમાં કીધુ છે કે ” ગુરૂગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય , બલીહારી ગુરૂદેવકી જો ગોવિંદ લીયો જાય ” ” ભકિત કરો પાતાલમે તો આકાશ પ્રગટ હોય દાબીદુબી ના રહે કસ્તુરી કેરી બાશ .  આપાગીગાના ઓટલે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂ  જીવરાજબાપુની પ્રતિમાનુ શ્રધ્ધાપૂર્વક પૂજન તેમજ અર્ચન કરવામાં આવશે.  આપાગીગા તેમજ સદ્ગુરૂદેવના જયધોષ સાથે ઉત્સવની ઉજવણી કરવામાં આવશે . સૌ શિષ્યો , ભાવિકો , સંત – મહંતો વગેરેને ઉત્સવનો લાભલેવા નરેન્દ્રબાપુ ગુરૂ   જીવરાજબાપુ દ્વારા સમગ્ર સમાજના લોકોને તેમજ ભાવિકજનોને હૃદય પૂર્વકનુ નિમંત્રણ  પાઠવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.