ભારતે 2-1 થી સિરીઝ અંકે કરી લીધી : ક્લિન સ્વીપની આશા પર પાણી ફર્યું !!
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની ટી-20 સિરીઝ રમાઈ હતી. ભારતીય ટીમે સાઉથમ્પ્ટન અને એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ બંને મેચમાં શાનદાર જીત મેળવીને સિરીઝ પોતાને નામ શનિવારે જ કરી લીધી હતી. રવિવારે ભારત માટે આ મેચ ઔપચારીક બની રહી હતી, પરંતુ ક્લીન સ્વીપ કરાવાનો ઈરાદો હતો. તો બીજી તરફ ઈંગ્લેન્ડ માટે ઘર આંગણે ક્લીન સ્વીપથી બચાવ કરવા પુરી તાકાત લગાવવી જરુરી બની ગઈ હતી.
આ માટે ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા ડેવિડ મલાન અને લિયામ લિવિંગસ્ટોનની તોફાની રમત વડે 215 રનનો સ્કોર ભારત સામે ખડક્યો હતો. જવાબમાં સૂર્યકુમાર યાદવે શાનદાર તોફાની સદી નોંધાવી હતી. સૂર્યાની રમતે મેચને રોમાંચક બનાવી દીધી હતી. ભારત માટે જીત માત્ર 17 રન દૂર રહી ગઈ હતી. ભારતે જવાબમાં 9 વિકેટે 198 રન નોંધાવ્યા હતાભારતીય ટીમ રન ચેઝ કરવા માટે મેદાનમાં ઉતરતા શરુઆત ખરાબ રહી હતી. ઋષભ પંતના રુપમાં ભારતે બીજી ઓવરના પ્રથમ બોલે જ વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યાર બાદ વિરાટ કોહલી મેદાને આવ્યો હતો. તેણે ઉપરા છાપરી શોટ કાંડાની કરામતના રુપમાં ફટકારીને ચાહકોને ખુશ કરી દીધા હતા. તેણે પહેલા ચોગ્ગો અને બાદમાં છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ આગળના બોલે જ તે કેચ આપી બેઠો હતો. આમ ત્રણ બોલામાં ખુશી, વધારે ખુશી અને ગમનો ખેલ થઈ ગયો હતો. ભારતીય ચાહકો માટે આ બે ઝટકા બાદ રોહિતના શર્માના રુપમાં ભારતે વધુ એક મહત્વની વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 11 રન નોંઘાવીને પરત ફર્યો હતો.ટોપ થ્રી વિકેટ ઝડપથી ગુમાવી દીધા બાદ સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્ચરે મહત્વની ભાગીદારી રમત દર્શાવી હતી. બંનેએ તોફાની રમત રમી દર્શાવી હતી.
સૂર્યા અને અય્યરે એક બાદ એક ચોગ્ગા અને છગ્ગા જમાવી દઈને ઈંગ્લીશ બોલરોને પરેશાન કરી દીધા હતા. આ સાથે જ મુશ્કેલ સ્થિતીમાંથી ભારતને ઉગારી મજબૂત પિછો લક્ષ્યનો શરુ કર્યો હતો. બંનેની રમતને લઈ મેચ રોમાંચક બની ગઈ હતી. અય્યરે 23 બોલમાં 28 રન નોંધાવીને જબરદસ્ત સાથ સૂર્યાને પૂરાવ્યો હતો. આ ભાગીદારી એ 31 રનના સ્કોરથી શરુ કરેલી સફર 150 રનના સ્કોર પર સમાપ્ત થઈ હતી.સૂર્યાએ 55 બોલમાં 117 રનની ઈનીંગ રમી હતી. તેની ઈનીંગ જબરદસ્ત રહી હતી અને એ મેચનો હિરો રહ્યો હતો. તેણે 6 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લીશ બોલરોને તેણે નાકે દમ લાવી દીધો હતો.
રવિન્દ્ર જાડેજા 7 રન, દિનેશ કાર્તિક 6 રન, હર્ષલ પટેલ 5 રન અને રવિ બિશ્નોઈ 2 રન નોંઘાવી પરત ફર્યા હતા. રીસ ટોપ્લીએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ડેવિડ વિલી અને ક્રિસ જોર્ડને બે બે વિકેટ ઝડપી હતી.