ખોડાપીપરમાં 1.66 ફૂટ, બંગાવાડીમાં 2.62 ફૂટ, મચ્છુ-3માં 3.94 ફૂટ, વર્તુ-1માં 1.97 ફૂટ, સોનમતી ડેમની સપાટીમાં 1.31 ફૂટનો વધારો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. જેના કારણે જળાશયોનો જળવૈભવ સતત વધી રહ્યો છે. આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 30 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌથી વધુ પાણી ડોંડી ડેમમાં 5.74 ફૂટ આવ્યું છે. રાજકોટ સિંચાઇ વર્તુંળ પુર એકમના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના ફોફળ ડેમમાં 0.30 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.33 ફૂટ, આજી-1 ડેમમાં 0.52 ફૂટ, આજી-3માં 0.26 ફૂટ, ડોંડીમાં 5.74 ફૂટ, ન્યારી-2માં 0.49 ફૂટ, ખોડાપીપરમાં 1.64 ફૂટ, છાપરવાડી-1માં 0.66 ફૂટ, ભાદર-2માં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં 43.50 ટકા પાણી સંગ્રહિત થઇ છે.
મોરબી જિલ્લાના મચ્છુ-2 ડેમમાં 0.85 ફૂટ, ડેમી-1માં 0.16 ફૂટ, ડેમી-2માં 0.66 ફૂટ, ઘોડાધ્રોઇમાં 0.98 ફૂટ, બંગાવડીમાં 0.62 ફૂટ, બ્રાહ્મણીમાં 0.59 ફૂટ, બ્રાહ્મણી-2માં 0.16 ફૂટ, મચ્છુ-3માં 3.94 ફૂટ અને ડેમી-3માં 0.98 ફૂટ પાણીની આવક થવા પામી છે. મોરબી જિલ્લાના જળાશયોમાં 19.27 ટકા પાણી સંગ્રહિત છે.
જામનગર જિલ્લાના ડાઇ મીણસરમાં 0.59 ફૂટ, આજી-4માં 0.49 ફૂટ, ફૂલઝર (કોબા)માં 1.15 ફૂટ, સસોઇમાં 0.82 ફૂટ પાણીની આવક થવા પામી છે. જામનગર જિલ્લાના જળાશયોમાં 27.44 ટકા પાણી સંગ્રહિત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.07 ફૂટ, વર્તુ-1માં 1.97 ફૂટ, વર્તુ-2માં 0.49 ફૂટ, સોનમતીમાં 1.31 ફૂટ, શેઢાભાડથરીમાં 0.33 ફૂટ અને વેરાડી-1માં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે. દ્વારકા જિલ્લાના જળાશયોમાં 28.99 ટકા પાણી સંગ્રહિત છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઠાંગા ડેમમાં 0.16 ફૂટ અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં 0.79 ફૂટ પાણીની આવક થવા પામી છે.