ઝીંઝુવાડાનાં ઐતિહાસીક દરવાજાઓની દુર્દશાની સાથે ચારે બાજુ ગંદકીનું સામ્રાજય
રણકાંઠાના ઝીંઝુવાડાના ઐતિહાસીક જાજરમાન દરવાજાઓ આજેય હવા સાથે વાતો કરતા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવે છે. ત્યારે યોગ્ય જાળવણીના અભાવે ઝીંઝુવાડાના ઐતિહાસીક દરવાજાઓની દુર્દશાની સાથે ચારે બાજુ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. આથી પુરાતત્વ વિભાગ દ્વારા ભવ્ય ભૂતકાળને વાગોળતા આ ઐતિહાસીક દરવાજાઓ ફરી જીવંત કરવામાં આવે ઝીંઝુવાડા એ ગુજરાતનું ઐતિહાસીક વારસો ધરાવતું આદર્શ ગામ બની શકે.
પાટડીથી માત્ર 30 કિ.મી.દૂર આવેલા ઐતિહાસીક ઝીઝુવાડા ગામની મુલાકાત લો તો તમને ગામમાં પ્રવેશતા જમણી બાજુ સિંંહસર તળાવ અને ડાબી બાજુ સમર વાવ આવેલી છે આ વાવ નીચેથી આજે પણ સરસ્વતી નદીનો ગુપ્ત પ્રવાહ વહે છે. ઐતિહાસીક ઝીંઝુવાડા ગામની ફરતે સળંગ આખી શીલાવાળો કિલ્લો પ્રાચીન નમુના રૂપ છે. અને યોગ્ય જાળવણીના અભાવે ઝીંઝુવાડાના ઐતિહાસીક દરવાજાઓની દુર્દશાની સાથે ચારે બાજુ ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે.
આથી પુરાતત્વ વિભાગ દ્વારા આ જર્જરીત બનેલા ઝીંઝુવાડાના ચારેય દરવાજાઓને રીપેરીંગ કરી ભવ્ય ભૂતકાળને ફરીજીવંત કરવામાં આવે એવી વ્યાપક માંગ ઝીંઝુવાડાના ગ્રામજનોએ ઉઠાવી છે. જયારે આ જાજરમાન દરવાજાઓ આગળ પાછળ પારાવાર ગંદકીના સામ્રાજયને ઝુંઝુવાડા ગ્રામ પંચાયત દ્વારા સઘન સફાઈ ઝુંબેશ કરી યોગ્ય જાળવણી કરવામાંઆવે એવી વ્યાપક માંગ ઝીંઝુવાડા ગ્રામજનોએ ઉઠાવી છે.