વ્યાજ સહિત નાણા ચુકવી દીધા હોવા છતાં મોટી રકમ પડાવવા ધાક ધમકી દેતા
મોરબીના સનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સનરાઇઝ એપાર્ટમેન્ટમાં રહેતા અને પટેલ સોપીંગ સેન્ટરમાં સુપર માર્કેટમાં હરીઓમ પ્લાસ્ટીક નામની દુકાન ધરાવતા પટેલ યુવાને ધંધા માટે દસ જેટલા વ્યાજના ધંધાર્થી પાસેથી રૂા.30 થી 40 ટકા માસિક વ્યાજે નાણા લીધા બાદ વ્યાજ સહિત રકમ ચુકવી દીધી હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી ધાક ધમકી દેતા હોવાથી કંટળી ગુડ નાઇટ લીકવીડ પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર રહેતા વેપારી અતુલભાઇ ડાયાભાઇ પટેલે વ્યાજખોરના ત્રાસથી કંટાળી ગુડ નાઇટ લીકવીડ પી લેતા પોલીસે તેની ફરિયાદ પરથી જગાભાઇ ઉર્ફે જીગો, રમેશ બોરીચા, વરૂણ બોરીચા, રાહુલ, ડીડીભાઇ રબારી, રાજેસ બોરીચા, સિધ્ધરાજસિંહ ગોહિલ, ભોલુ અને કાનો નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
અતુલભાઇ પટેલે ધંધા માટે જગા પાસેથી રૂા1.30 લાખ માસિક 30 ટકાના વ્યાજના દરે લીધા બાદ રૂા.4.32 લાખ ચુકવી દીધા હતા તેમજ છતાં રૂા.90 હજારની ઉઘરાણી કરી ધમકાવતો હતો. આ રીતે રમેશ બોરીચા પાસેથી રૂા.90 હજાર માસિક 30 ટકાના વ્યાજના દરે લીધા બાદ રૂા.4.30 લાખ ચુકવી દીધા હતા તેમ છતાં રૂા.90 હજારની ઉઘરાણી કરતો હતો, વરૂણ બોરીચા પાસેથી રૂા.55,000 માસિક 30 ટકાના વ્યાજના દરે લીધા બાદ રૂા.1.27 લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં 68 હજારની ઉધરાણી કરતો હતો. રાહુલ પાસેથી રૂા.10 હજાર માસિક 30 ટકા વ્યાજે રૂાલીધા બાદ રૂા.22 હજાર ચુકવી દીધા હતા, રવિ ડાંગર પાસેથી રૂા.30 હજાર માસિક 40 ટકાના વ્યાજના દરે રૂા.25 હજાર ચુકવી દીધા હતા.
ડીડીભાઇ રબારી પાસેથી રૂા.85 હજાર માસિક 60 હજાર વ્યાજે લીધા બાદ રૂા.95 હજાર ચુકવી દીધા હતા તેમ છતાં રૂા.70 હજારની ઉઘરાણી કરતો હતો.રાજેશ બોરીચા પાસેથી રૂા.16 હજાર માસિક 30 ટકાના વ્યાજ તેને વ્યાજ સહિત રૂા.16,500 ચુકવી દીધા હતા તેમ છતા રૂા.42 હજારની ઉઘરાણી કરતો હતો., સિધ્ધરાજસિંહ ગોહિલપાસેથી રૂા.90 હજાર વ્યાજે લીધા હતા તેને રૂા.1.78 લાખ ચુકવી દીધા હતા તેમ છતાં રૂા.35 હજારની ઉઘરાણી કરતો હતો., ભોલુ પાસેઓથી રૂા.30 હજાર માસિક 30 ટકા વ્યાજે તેને રૂા.11 હજાર ચુકવી દીધા હતા તેમજ છતા રૂા.39 હજારની ઉઘરાણી કરતો હતો. અને કાના પાસેથી રૂા.10 હજાર માસિક 30 ટકા વ્યાજના દરે લીધા બાદ તેને રૂા.25 હજાર ચુકવી દીધા હતા. તેમજ છતા તે રૂા.20 હજારની ઉઘરાણી કરતો હોવાતી અને વ્યાજ વસુલ કરવા ધમકી દેતા હોવાથી ગુડ નાઇટ લીકવીડ પી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.