પાલી જીલ્લાના ચોટીલા ગામમાં સીનિયર સેક્ધડરી સ્કૂલના વર્ગખંડોનું ફર્નિચર અને પૂર્ણ સમારકામ જેવા કાર્યો કરી સામાજિક સહયોગને વિસ્તાર્યો
આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ આજે જાહેરાત કરી છે કે તેણે તેના બીજા ગ્રીનફિલ્ડ રેલ-ફીડ ફ્યુઅલ ડેપોને રાજસ્થાનમાં પાલી ખાતે કાર્યરત કર્યો છે. વિશ્ર્વસ્તરીય સંપૂર્ણ સ્વચાલિત રેલ-ફેડ ડેપોનું નિર્માણ 2, 00,000-માનવ દિવસમાં શૂન્ય લોસ્ટ ટાઇમ ઇન્જરી સાથે કરવામાં આવ્યું હતું અને તે નયારા એનર્જીમાં સુરક્ષા પ્રદર્શનને વધારવામાં અને અસ્થિર કાર્બનિક સંયોજનોના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરશે. આ ડેપો વિશિષ્ટ રીતે સ્થિત છે, જે રાજસ્થાન રાજ્ય અને તેની આસપાસના ગ્રાહકો તેમજ વ્યવસાયિક ભાગીદારોની જરૂરિયાતોને પૂર્ણ કરશે.
આશરે 60 એકરમાં ફેલાયેલા ડેપોમાં 29,000 કિલોલીટરથી વધુ ઉત્પાદનોની ક્ષમતા છે જે ગુજરાતના વાડીનાર ખાતે નયારા એનર્જીની રિફાઈનરીમાંથી સપ્લાય કરવામાં આવશે. સમાજની સાથે સાથે વિકાસ કરવાના વિઝનને અનુરૂપ નયારા એનર્જીએ પાલી જિલ્લાના ચોટીલા ગામમાં સીનિયર સેક્ધડરી સ્કૂલની ઇમારત માટે ક્લાસરૂમ ફર્નિચર અને સમારકામ પૂર્ણ કર્યું છે. કંપનીએ ચોટીલા ગામમાં સ્થાનિક તબીબી દવાખાનામાં સમારકામનું કામ પણ પૂર્ણ કર્યું હતું, જે આ વિસ્તારમાં આરોગ્ય સંભાળ સેવાઓમાં યોગદાન આપે છે.આ પ્રસંગે નયારા એનર્જીના ચીફ એકઝીકયુટીવ ઓફિસર એલોઈસ વિરાગે જણાવ્યું હતું કે, “પાલીમાં અમારો બીજો ડેપો ઉમેરવો એ ભારતની વધતી જતી ઊર્જા માંગને પુરી કરવા માટે સ્થાયી રીતે વિશ્ર્વ સ્તરીય સંપત્તિનું સર્જન કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. વધુમાં એ સમગ્ર રાજસ્થાનમાં ઇંધણની સુલભતા અને પુરવઠાને વધુ મજબૂત બનાવશે, જ્યારે નયારા એનર્જી ખાતે સુરક્ષા પ્રદર્શનમાં વધારો કરશે અને પર્યાવરણીય પદચિહ્નને સુધારશે.”