આજે ઈદ ઉલ અદહાની વિશ્ર્વભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે સવારે ઈદ ઉલ અદહાની નમાઝ પઢાઈ હતી રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ચોટીલા, ભાવનગર, જસદણ, પાલીતાણા, જૂનાગઢ, માંડવી, મોરબી, વઢવાણ, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, અમરેલી, બગસરા, મહુવા, સાવરકુંડલા, બરવાળા વગેરે સમગ્ર ગામોમાં ઈદના ઉજવણી થઈ હતી.
અને એક બીજાને સલામ કરી ઈદની મુબારક બાદી આપેલ હતી દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના આલીકદર મુફદુલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) તાંગા (તાન્જાનીયા)મા બીરાજમાન છે.ત્યાં ઈદની નમાઝ પઢાવેલ હતી. રાજકોટમાં નુરમસ્જીદમા જનાબ આમીલ સાહેબ શેખ સૈફુદીનભાઈ ભાભરાવાલાએ નમાઝ પઢાવેલ હતી. આજે કોમી ભાઈચારા વિશ્ર્વશાંતીના સંદેશ સાથે ઈદ મુબારકના દાઉદી વ્હોરા સમાજે ઉજવણી કરી હતી. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસ વાલાએ જણાવ્યું હતુ.