2036ની ઓલિમ્પિક ઢુંકડી!
ઓલિમ્પિક પહેલા સક્ષમતા જોવા દેશની મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે ગુજરાતને યજમાન બનાવાયુ : 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન અમદાવાદ સહિતના 6 શહેરોમાં ઇવેન્ટનું આયોજન કરાશે, દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે
2036નું ઓલિમ્પિક ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા આરંભી દેવામાં આવી છે. આ ઓલિમ્પિકનું આયોજન અમદાવાદની આસપાસ થાય સ્પોર્ટ્સ ફેસિલિટી ઉભી કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા ભાટ ગામ પાસે 9.5 લાખ સ્ક્વેર મીટર જમીન પસંદ કરી છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ યોજાવાની જાહેરાત કરાઈ છે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022 ની ઈવેન્ટ ખાસ બની રહેશે.
ગુજરાત પહેલીવાર આ પ્રકારના નેશનલ લેવલના રમોત્સવની યજમાની કરવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે, ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. 36 મી નેશનલ ગેમ્સ 2022 ઈવેન્ટ ગુજરાતના આંગણે રમાશે. જે 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે. અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં તેનું આયોજન કરાશે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારનું આ મોટું આયોજન છે.
નેશનલ ગેમ્સ 2022 નુ ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય તેવી શક્યતા છે.
વિવિધ કારણોથી સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સની આખરે જાહેરાત થઈ છે. ભારતીય ઓલિમ્પિક સંગના મહાસચિવ રાજીવ મહેતા આ માહિતી આપી હતી કે, આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાશે. આ નિર્ણય ગુજરાત ઓલિમ્પિક સંઘ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી લેવાયો છે. ગુજરાત સરકારે આ ગેમ્સના આયોજન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને સ્વીકારમાં આવી હતી. આગામી થોડા દિવસોમાં આ જાહેરાત કરવામાં આવશે. આ અગાઉ નેશનલ ગેમ્સ 2015 માં કેરળમાં છેલ્લા યોજાઈ હતી. ગોવામાં નવેમ્બર 2016 માં નેશનલ ગેમ્સ યોજાનાર હતી, પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાને કારણે 2 વાર તેને ટાળવામાં આવી હતી. તેના બાદ તેને 2020 માં યોજવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે તે આયોજિત થઈ શક્યુ ન હતું.
ગુજરાત પાસે રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું સક્ષમ માધ્યમ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી રમતવીરોને વૈજ્ઞાનિક તાલીમ આપવાનું એક સક્ષમ માધ્યમ બની છે અને સ્પોર્ટ્સ કારકિર્દી નિર્માણનું ક્ષેત્ર પણ બની છે. આ પરિષદનું સામૂહિક વિચાર-મંથન એ દિશામાં ઉત્તમ પ્લેટફોર્મ બનશે.
યુવાઓને ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરાશે
તેમણે વધુમાં કહ્યું હતું કે ખેલાડીઓ, કોચ, ટ્રેનર્સ અને અન્ય લોકોને તેમની સાચી ક્ષમતાનો અહેસાસ કરવામાં મદદ માટે વૈજ્ઞાનિક રીતે તાલીમ અને વૈજ્ઞાનિક જ્ઞાન આપવાની જરૂર છે. યુવાઓને ખેલકૂદક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતોમાં ઉજ્જ્વળ દેખાવ માટે પ્રસ્થાપિત કરવામાં આવશે.
- ગુજરાત જ્ઞાન ગુરૂ કિવઝ સ્પર્ધા 75 દિવસ સુધી ચાલશે
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને 17મી સપ્ટેમ્બરે અમદાવાદમાં ગ્રાન્ડ ફિનાલે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત જ્ઞાન ગુરૂ કિવઝ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ સ્પર્ધા સતત 75 દિવસ સુધી ચાલશે. જેમાં વિજેતાઓને 25 કરોડના ઈનામોથી નવાજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અર્થાત 17મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં ગ્રાન્ડ ફીનાલે યોજાશે. દેશની સૌથી મોટી આ ક્વિઝ 75 દિવસ સુધી રાજ્યભરમાં યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકો વિદ્યાર્થીઓ ઉપરાંત ક્વિઝમાં ભાગ લેનારા અન્ય પ્રજાજનોને પણ પ્રવાસનો લાભ અપાશે. સમગ્ર સ્પર્ધા દરમ્યાન રૂ. રપ કરોડથી વધુ રકમના ઇનામો આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ક્વિઝમાં ધો.9 થી 12 શાળા કક્ષાના, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્યના પ્રજાજનો પણ ભાગ લઇ શકે. રાજ્યકક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં 75 શાળા કક્ષાના અને 75 કોલેજ કક્ષાના એમ કુલ 150 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરવામાં આવશે. અને રાજ્યના પ્રજાજનોમાંથી 750 વિજેતાઓ જાહેર કરવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં કોલેજ કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 5 લાખ, 3 લાખ અને 1.5 લાખ ઇનામ આપવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝમાં શાળા કક્ષાના પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 3 લાખ, 2 લાખ અને 1 લાખ ઇનામ આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા – નગરપાલિકા/વોર્ડ કક્ષાએ. દ્વિતીય તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ. ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે. આ ક્વિઝ અઠવાડીયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનિટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે. દરરોજ 250 ક્વિઝની ડિજીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ અને પ્રજાજનોમાંથી 20 વિજેતાઓ જાહેર કરવામાં આવશે. તાલુકા કક્ષાની સ્પર્ધામાં 1.50 લાખ વધુ વિજેતાઓના પરિવારના ચાર સદસ્યોને એક વર્ષ દરમ્યાન સાયન્સ સિટીની વિનામૂલ્યે સ્ટડી ટૂર કરાવાશે. જિલ્લા કક્ષાએ યોજાનારી ક્વિઝના 820 વિધાર્થીઓ અને 4100 પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ બે દિવસ પ્રવાસનો લાભ અપાશે.
રાજ્ય કક્ષાએ યોજાનારી ક્વિઝના 150 વિધાર્થીઓ અને 750 પ્રજાજનો વિજેતાઓને ઝોન વાઇઝ ત્રણ દિવસ પ્રવાસનો લાભ અપાશે.