મુળી પાસે સૌની યોજનાની પાઈપલાઈનમાંથી ગેરકાયદે કનેકશન મેળવી પાણી ચોરી કરતા
મુળી તાલુકાનાં ગામોમાં થી સૌની યોજના પાઈપલાઈન અને પીવા નાં પાણી માટે નર્મદા વિભાગ ની પાઈપલાઈન પસાર થાય છે તેમાં વચ્ચે આવતાં ખાટડી ગામે સર્વે નંબર 168/1 નાં સેઢા ઉપર થી પસાર થતી લાઈન માં થી ગેર કાયદેસર કનેક્શન લ્ઈ પાઈપલાઈન ને નુકશાન પહોંચાડી ખાટડી નાં ધર્મેન્દ્રસિંહ રૂગ્દેવ સિંહ રાણા એ ત્યાં થી પાણી સરલા ગામે ગોપીનાથ ફાર્મ સુધી સિંચાઇ માટે પહોંચાડી પાણી નો બગાડ કરતાં હોય તેવી બાતમી મળતાં વિભાગ નાં અધિકારીઓ અને માણસો સ્થળ તપાસ હાથ ધરી હતી જેમાં પાણી ચોરી પકડાઈ હતી જેથી આરોપીઓ જેમાં ધર્મેન્દ્ર સિંહ રૂગ્દેવ સિંહ રાણા ,જેસાભાઈ માવજીભાઈ કટુડીયા, ગજેન્દ્રસિંહ રૂગ્દેવસિહ રાણા એ અધિકારી ઓ સામે અસભ્ય વર્તન અને ભુડાબોલી ગાળો ઝઘડો કરી જાન થી મારી નાખવાની ધમકી આપતા રાજ્ય સેવક ની કાયદેસર ની ફરજ રૂકાવટ કરી કર્મચારીઓ હરેશભાઇ અને દિનેશ ભાઈ ને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અધિકારી કોમલબેન અડાલજા એ મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ચકચાર ફેલાઇ હતી
સરલા નાં ગોપીનાથ ફાર્મ સુધી સિંચાઇ માટે જે પાણી આવતું હતું અને બગાડ કરવામાં આવતો હતો તેમાં માલિક ધર્મેન્દ્ર ભાઈ ત્રીભોવનભાઈ પટેલ હોય અને રાજકીય વગ ધરાવતા હોય સાથે ઉધોગપતિ હોય જેઓ નાં સસરા પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને તેમનાં સાળા હાલ જિલ્લા પંચાયત સદસ્ય સુરેન્દ્રનગર ભાજપ માં થી હોય તેમ છતાં કોઈ શેહ શરમ રાખ્યા વગર તેમની સામે પણ ફરિયાદ નોંધાતા રાજકીય ચહલપહલ જોવા મળી હતી આ અગાઉ પણ પાણી ચોરી બાબતે મુખ્ય ખાટડી નાં ધર્મેન્દ્રસિંહ રાણા ઉપર ફરીયાદ નોંધાયેલ છે તેવું અધિકારી કોમલબેન અડાલજા એ જણાવ્યું હતું