મેષ રાશિફળ (Aries):
આજે તમને પૂર્વજો તરફથી પૈસા મળવાની સંભાવના છે. આજે મંત્ર-તંત્રમાં તમારી રુચિ વધી શકે છે. પૂછ્યા વિના કોઈને સલાહ ના આપો, તેની વિપરિત અસર પડશે. રાત્રે તમે શુભ કામ કરવામાં વ્યસ્ત રહેશો, જે તમારું મન શાંત અને પ્રસન્ન રાખે છે. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. જો છેલ્લા દિવસોથી શરીરમાં કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારો થશે.
વૃષભ રાશિફળ (Taurus):
આજે આવકથી વધુ ખર્ચા થશે. બાળકો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્ય દ્વારા તમારું માન વધારશે. તમે તમારા ધૈર્ય અને પ્રતિભાથી દુશ્મનની બાજુએ વિજય મેળવવામાં સફળ થશો. સાંજથી રાત સુધી પ્રિયજનોને મળતા મન પ્રસન્ન રહેશે. આજે આનંદમાં સમય વિતાવશો. આજે આ રાશિના જાતકો નિર્ભયતાથી કાર્યો પાર પાડી શકશે. જીવનસાથી સાથે આજનો દિવસ ખૂબ જ મધુર રહેશે.
મિથુન રાશિફળ (Gemini):
આજે તમારી પોતાની સંપત્તિમાં વધારો થશે. તમને તમારા મોસાળ તરફથી પણ માન મળશે. સાસુ-સસરા તરફથી અને પત્નીના પક્ષ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. નોકરીમાં ગુપ્ત દુશ્મનો હેરાન કરશે જે સાંજે મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારી ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાને પૂર્ણ રાખો. આજે બુદ્ધિ અને જ્ઞાન વધશે. તમારા ભારે પ્રયત્નોથી ઇચ્છા પૂર્ણ થશે.
કર્ક રાશિફળ (Cancer):
જો તમે વિદ્યાર્થી છો, તો તમારી શૈક્ષણિક દિશા બદલાશે. શિક્ષણ પ્રત્યે તમારી રુચિ વધશે. આજે તમે નવા કાર્યો શીખવામાં સફળ થશો. આજે, સંભવ છે કે તમારા પર કોઈ બાબતનો આરોપ મૂકવામાં આવશે. પરંતુ ચિંતા કરશો નહીં, કંઈક એવું બનશે કે તમે તમારી વાત સાચી સાબિત કરી શકશો. માતાપિતા, ગુરુ પ્રત્યેની નિષ્ઠા, ભક્તિ તમારી પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરશે.
સિંહ રાશિફળ (Leo):
ગુરુ એ નિયમનો પ્રતિનિધિ છે, તેથી નિયમ દ્વારા તમારું સન્માન થવાની પ્રબળ સંભાવના છે. સાંજ ધાર્મિક કાર્યક્રમોમાં વિતાવશો. શુભ ખર્ચા વધશે. ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ રહેશે. જેનાથી માનસિક સુકૂન મળશે. તમે તમારા વ્યક્તિગત કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સમર્થ રહેશો. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે.
કન્યા રાશિફળ (Virgo):
આજે તમારે નાના ભાઈ-બહેનોના અસહકારનો ભાગ બનવું પડશે. તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર બનો, તમે માત્ર મહેનત કરીને જ તમારા કાર્યમાં સફળ થશો. ભૌતિક વસ્તુઓ પર ખર્ચા વધુ થશે. શત્રુઓ તેમના કાવતરામાં સફળ થઈ શકશે નહીં. ખુશ મૂડ વ્યક્તિ હોવાના કારણે અન્ય લોકો તમારી સાથે સંબંધો બનાવવા માગશે. આજે તમે લોકોમાં પ્રિય બનશો. તમારામાં વિશેષ આકર્ષણ રહેશે. સ્થાયી મિલકત સંબંધિત ક્ષેત્રોમાં સારા લાભ થશે. તમારા પિતાના આશીર્વાદથી સરકાર દ્વારા સન્માનિત થવાની સંભાવના હશે.
તુલા રાશિફળ (Libra):
સાંજના સમયે તમારી માતાના શારીરિક દર્દને લીધે તમને થોડી તકલીફ થશે. તમારી ઈચ્છા અનુસાર બદલાવ ન આવવાને કારણે દુઃખી રહેશો. ભાવનાત્મક બનવાને બદલે કર્તવ્ય નિભાવવાની કોશિશ કરશો. જે પ્રકારની સ્થિતિ ઉત્પ્ન્ન થઇ રહી છે તો ખુશી શૉધવાની કોશિશ તમે કરી રહ્યા છો. પરંતુ મહત્વપૂર્ણ મુદ્દાઓને નજરઅંદાજ કરવાને કારણે દુઃખ થશે.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
આવક વધારવાના પ્રયત્નો 100 ટકા સફળ થશે. શ્રેષ્ઠ માર્ગ દ્વારા પ્રાપ્ત થતા ભંડોળમાં વધારો થશે. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. આજે તમને દરેક ક્ષેત્રમાં લાભ મળશે. કરિયરમાં તમને મિત્રોનો સહયોગ પણ મળશે. સાસરિયાઓથી લાભનો યોગ છે. આજે રૂટીનથી અલગ કઇંક નવું કરવાની કોશિશ કરો, તેનાથી તમારી શારીરિક અને માનસિક ઊર્જા વધશે. એક નવા ઉમંગનો અનુભવ થશે. ફાયનાન્સને લગતો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે દિવસ અનુકૂળ છે.
ધન રાશિફળ (Sagittarius):
આજે તમારામાં પરોપકાર અને દાનની લાગણી વધવા માંડશે. આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં વધુ સમય પસાર કરશો. આત્મવિશ્વાસના આધારે કરવામાં આવેલ પ્રયત્નો સફળ થશે. જૂના રોકાયેલા કાર્યો થોડો ખર્ચ કરીને પૂરા કરી શકાય છે. નવી યોજનાઓ પર કામ આજથી શરૂ થશે. શત્રુઓ તમારી શકિત જોઈને નિરાશ થશે.
મકર રાશિફળ (Capricorn):
આજે તમારે તે વાતનું પૂરું ધ્યાન રાખવું જોઈએ કે સામેની વ્યક્તિને ખરાબ ના લાગે. તમારી વર્તણૂક સાથે આ ધ્યાનમાં રાખો અને ભોજનમાં ધ્યાન રાખો. જો તમારા પૈસા ક્યાંક અટકેલા છે તો તમે આજે મેળવી શકો છો. બુદ્ધિથી લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે. આજના દિવસે કોઇ સમસ્યાનું નિરાકરણ થઇ જવા છતાં મનમુજબ કામ ન થવાને કારણે મનમાં ઉદાસીનતા રહેશે. કોઈ વાતને ભુલીને આગળ વધવાની કોશિશ કરશો. જે લોકો સાથે મતભેદ થયો હોય તે લોકોથી દૂર રહેવું જ સારું રહેશે.
કુંભ રાશિફળ (Aquarius):
સાંજથી રાત સુધીમાં મુસાફરીની શક્યતા બની રહી છે. આજે તમે નીડર રહેશો. આ રાશીના જાતકોને આજના દિવસે કોઇ યોજના પર કામ કરવું જરૂરી રહેશે. તમને વારંવાર ભવિષ્યની ચિંતા સતાવશે. ભવિષ્યની વાત પર ધ્યાન આપવાને બદલે કામ પર ધ્યાન આપવું જરૂરી છે. જે વાત તમારા કંટ્રોલમાં છે, ફકત તેના પર જ ધ્યાન આપો.
મીન રાશિફળ (Pisces):
બાળકો તરફથી સારા સમાચાર મળવાના સંકેત છે. ભત્રીજાનો સહયોગ મળે તેવી સંભાવના રહેશે. તમારી વાણીને નિયંત્રિત કરો, તમે તમારી કાર્યક્ષમતાથી બધે વિજય, સફળતા પ્રાપ્ત કરશો. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દૃઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે.