જી.એસ.ટી. આવ્યા બાદ અર્થતંત્રની હાલત કફોડી બની
ભારત સરકાર દ્વારા તાજેતર માં જ ફરીએક જીવન જરૂરિયાત ની વસ્તુ પર ના જી.એસ.ટી. દર મા વધારો કરવા મા આવ્યો છે ત્યારે યુવા નેતા તેજસ વાછાણી ના કહ્યા મુજબ દેશના ગરીબ અને મધ્યમ લોકો ની આવક સતત ઘટતી જાય છે તો બીજી બાજુ મોંઘવારી વઘતી જાય છે આ સરકાર ઉદ્યોગપતિઓ ના લાખો કરોડો ના દેવા માફ કરી શકે છે પરંતુ જ્યારે દેશ ના ગરીબ અને મધ્યમ વર્ગ ની વાત આવે ત્યારે સરકાર કહે છે દેશ ના વિકાસ માટે જી.એસ.ટી. વધારીએ છીએ આજે સરકારે દવા,કપડા,સ્વાસ્થ્ય, મકાન જેવી મૂળભૂત સુવિધાઓ પર જી.એસ.ટી.દર નો વધારો કરી ને સીધો ગરીબ અને મધ્યમ વર્ગ પર પ્રહાર કરવા નુ કામ કર્યુ છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રીન્ટિંગ, ડ્રોઇંગ રાઈટિંગ ઇન્ક ચપ્પુ, કટિંગ બ્લેડ, પેન્સિલ, સંચો સબમર્સિબલ પમ્પ અનાજ-કઠોળ, પવનચક્કી બિયારણ, ક્લિનિંગ સોર્ટિંગ મશીન એલઈડી લાઈટ, ફિક્સચર સોલાર વોટર હીટર સિસ્ટમ ડ્રોઇંગ-માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ચામડાંની બનાવટો જોબ વર્ક રોડ, પાઈપલાઈન નાખવાના કોન્ટ્રેક્ટ મોન્યુમેન્ટ સર્વિસ-સરકાર બેન્કની ચેકબુક નકશા એટલાસ સહિત વિવિધ વસ્તુઓ પર જી.એસ.ટી. નુ ભારણ નાખવા મા આવ્યુ છે.
જેમાં માત્ર બે વસ્તુ મા જ 12% જી.એસ.ટી. વધારે સાથે કરવા મા આવેલ છે બાકી બધી વસ્તુઓ પર સીધુ 18% જીએસટી કરી દીધુ છે આ યોગ્ય ન કહેવાય આઝાદ ભારત ના ઇતિહાસ મા પહેલી વાર હોસ્પિટલ નો બેડ નો ખર્ચે એક દિવસ નો 5000 હજાર થી વધારે નો હશે ત્યા પણ જી.એસ.ટી. લાગશે લોકો આજે દેશ મા ખાનગી હોસ્પિટલ મા પોતાના પરિવારના સભ્ય ની સારવાર માટે લાચાર છે કેમ કે સરકારી હોસ્પિટલ આજે ખાખરા ને ખાડે તેવી છે અને જે પણ વ્યકતિ 5000 થી વધારે બેડ લે છે એનો અર્થ એ નથી કે એ ધનવાન છે લોકો પોતાના ધરેણા, જમીન ઘર બાર વેચી ને પણ પોતના પરીવાર ના સભ્ય ને બચાવવા માટે મહેનત કરતા હોય છે આવ મા હોસ્પિટલ પર આ જી.એસ.ટી. યોગ્ય ન કહેવાય. એક બાજુ સરકાર કહે છે કે અમે ખેડૂતો ની આવક બમણી કરી છે
ખેડુતોના અનુસંધાને ે સબમર્સિબલ પમ્પ મા પહેલા 12% જી.એસ.ટી. હતુ હવે તે વધી ને 18% થયુ એવી રીતે બિયારણ પર પહેલા 5% જી.એસ.ટી. હતુ જે વધી ને હવે 18% થયુ આમા દેશ ના ખેડૂત ની આવક કેવી રીતે ડબલ થાય ? આજે દેશ નો ખેડૂત આ ગબ્બર સિંહ ટેક્સ (જી.એસ.ટી.) થી થાકકી ગયો છે.