હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં થયેલા ઠરાવોને બહાલી અપાશે: વિધાનસભાની ચૂંંટણીની વ્યુહ રચના ઘડાશે
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના અઘ્યક્ષ સ્થાને આગામી શુક્રવાર તથા શનિવારના રોજ ભાજપની કારોબારી બેઠક મળશે જેમાં તેલંગણા ખાતે મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવને બહાલી આપવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે માત્ર પાંચ માસનો સમય બચ્યો હોય ચૂંટણી લક્ષી વ્યુહરચના પણ નકકી કરવામાં આવશે.
રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતના સરસાણા સ્થિત ચેમ્બર ઓફ કોમર્સના ક્ધવેન્શન સેન્ટર ખાતે આગામી 8 અને 9 જુલાઇના રોજ પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સહીતના આગેવાનો ઉ5સ્થિત રહેશે. રાજય સરકારનું આખુ મંત્રી મંડળ બે દિવસ માટે સુરતનું મહેમાન બનશે.
કારોબારી બેઠકમાં રાજયના તમામ 33 જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી, આઠ મહાનગરોના પ્રમુખ અને મહામંત્રી, તમામ મહાપાલિકાના મેયર, લોકસભાના સાંસદ રાજયસભાના ભાજપના સાંસદ, ભાજપના ધારાસભ્યો, પ્રદેશ ભાજપના હોદેદારો, વિવિધ મોરચાના પ્રમુખ સહિતના હોદેદારો રાષ્ટ્રીય ભાજપના સભ્યો હાજરી આપશે બે દિવસીય કારોબારી બેઠકમાં વિવિધ ઠરાવો પસાર કરવામાં આવશે ગુજરાત વિધાનસભાની આગમી ચૂંટણીમાં ભાજપ ફરી તોતીંગ બહુમતી સાથે સત્તા રૂઢ થાય તે માટેની વ્યુહરચના પણ કારોબારીમાં ઘડવામાં આવશે.
પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ રાજયના તમામ જિલ્લા અને મંડળોમાં ભાજપની કારોબારી બેઠક યોજાશે કાર્યકરોને ચૂંટણીની તૈયારીઓ માટે સજજ કરી દેવામાં આવશે.