જૂનાગઢના સાસરિયાઓ સામે પરિણીતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
રાજકોટમાં જામનગર રોડ આવેલ હુડકો ક્વાર્ટરમાં છેલ્લા એક મહિનાથી પાંચ વર્ષના પુત્ર સાથે માવતરે રહેતી શહેનાઝ નામની પરિણીતાએ જૂનાગઢ રહેતા પતિ શાહરુખ, સસરા સિરાજભાઇ બાબુભાઇ કુરેશી, સાસુ નસીમબેન, નણંદ હીનાબેન, નણંદોઇ આશિકભાઇ શેખ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
તેમને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે,શાહરુખ સાથે 2016માં લગ્ન થયા બાદ બંને બજરંગવાડી પાસેના રાજીવનગર-12માં રહેતા હતા. લગ્નના બે વર્ષ બાદ પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતા તે અંગે વાત કરી હતી.પોતાને યોગ્ય જવાબ નહિ આપતા સાસુ-સસરાને વાત કરી હતી. જેથી તેમને પિયર જતા રહેવા અને છુટાછેડા આપી દેવાની વાત કરતા હતા.પોતાને યોગ્ય જવાબ નહિ આપતા સાસુ-સસરાને વાત કરી હતી. જેથી તેમને પિયર જતા રહેવા અને છૂટાછેડા આપી દેવાની વાત કરતા હતા. બાદમાં પતિ ગાડી લેવા જવાના બહાને ઘરેથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા. જેથી પતિના મિત્રો સહિતનાઓને ફોન કર્યા હતા. પરંતુ તેઓને પણ કંઇ ખબર ન હોવાનું જણાવ્યું હતુ.દરમિયાન પતિ શાહરૂખ જૂનાગઢ રહેતા નણંદના ઘરે હોવાની ખબર પડી હતી. ત્યારે પતિને ફોન કરતા તેને મારો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. આ સમયે સાસુ-સસરા પણ પોતાને સાથ આપવાના બદલે પતિને સાથ આપતા હતા. પોતાને તેમજ પુત્રને તરછોડી જતા પોતે પિયર આવી ગઇ હતી અને પતિ તેમજ સાસુ, સસરા, નણંદ, નણદોયા વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. જેને પગલે પોલીસે પતિને બોલાવતા તેને અન્ય મહિલા સાથે રહેતો હોવાનું કહ્યું હતું. અંતે પતિએ કે સાસરિયાઓએ પોતાની કે પુત્રની કોઇ દરકાર નહિ લેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.