દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસની ગુજરાતમાં એકપણ મત નહી તો સરકાર આપની બને તેવો વિચાર કેજરી વાલને કેમ આવ્યો અને કયાંથી આવ્યો ? ચૂંટણીની વ્યુહરચના ઘડો પણ વધુ અમારૂ જ છે તે ખ્યાલમાં રાચવું મોંધુ પડી શકે છે
ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં ભાજપને બરાબરની ફાઇટ આપવા અને ગુજરાતની જનતા માટે કોંગ્રેસનો વિકલ્પ બનવા માટે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. સ્થાનીક નેતાઓ જમીન પર રહી સંગઠનને મજબૂત બનાવી રહ્યા છે. પરંતુ પક્ષના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હવે શીખ ચલ્લીના વિચારો આવવા માંડયા હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે ગુજરાતની મુલાકાતે આવેલા કેજરીવાલે કાર્યકરો જોગ એવું નિવેદન આપ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસને એક પણ મત ન મળે તો આપની સરકાર નિશ્ર્ચીત પણે બનશે.
દેશની સૌથી જુની રાજકીય પાર્ટીને ગુજરાતમાં એક પણ મત ન મળે અને તમામ ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી પડે તેવી કફોડી સ્થિતિ આવી જાય તેવી સ્થિતિમાં હજી સુધી ગુજરાતમાં કોંગ્રેસની થઇ નથી. ભાજપ પાસે મજબુત સંગઠન હોવા છતાં તે પણ એવું વિચારી ન શકે કે, ગુજરાતને સંપૂર્ણપણે કોંગ્રેસ મુકત બનાવી દઇએ, કારણ કે રાજયનાં કોંગ્રેસના પંજામાં પરંપરાગત મતદારો રહેલા છે. ગમે તેઓ માહોલ હોય કોંગ્રેસ પ0 થી 60 બેઠકો જીતે જ છે અમુક વિસ્તારોને તેના ગઢ માનવામાં આવે છે. આવામાં તે વિસ્તારોમાં પંજાને પાડી દેવો ખુદ સત્તાધારી પાર્ટી ભાજપ માટે પણ લોઢાના ચણા ચાવવા જેવો મોટો પડકાર છે. હવે આવા રાજકીય માહોલ વચ્ચે કેજરીવાલ એવા મદમાં રાચી રહ્યા છે કે, ગુજરાતમાં કોંગ્રેસને એકપણ ન મળે તો આપની સત્તા આવી શકે છે કેજરીવાલ થોડા માપમાં રહ્યા નહિતર તેઓ તો એવું પણ બોલી શકતા હતા કે જો ગુજરાતમાં ભાજપને એક મત પણ ન મળે તો આપને તમામ 182 બેઠકો મળી શકે છે.
એક રાજકીય પાર્ટી તરીકે દેશના વિવિધ વિસ્તારોમાં પોતાનું સંગઠન વધુને વધુ મજબુત બનાવવું તે દરેક પક્ષનો પાયાનો સિઘ્ધાંત છે પરંતુ જે રીતે દિલ્હી બાદ પંજાબમાં બહુમતિ મળતા અરવીંદ કેજરીવાલ હવામાં ઉડવા લાગ્યા છે તે જોડી અતિશયોકિતથી કમ નથી.
તેઓના મતે ગુજરાતમાં ભાજપ બાદ સૌથી મોટું અને મજબુત સંગઠન ‘આપ’ પાસે છે તે વાત પણ યોજી અતિરેક વાળી છે કારણ કે આઝાદી પૂર્વ જ રાજયમાં કોંગ્રેસનું અસ્તીત્વ છે અને તેના નેતાને ગામે ગામ લોકો ઓળખે છે. જયારે રાજકારણમાં જઇ માલામાલ થઇ જવાની ભાવના સાથે લોકો આપમાં જોડાઇ રહ્યા છે. આપ સાથે સંગઠન હશે પરંતુ કાર્યકરો પાસે ચુંટણીની વ્યુહરચના ઘડવા અને તેની કેવી રીતે પાર પાડવી તેનો પુરતો અનુભવ નથી.
ગુજરાતની જનતાને કયારેય ત્રીજા મોરચા કે પક્ષને સ્વીકાર્યા નથી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડપીયા જેવા મોટા નેતાઓના પક્ષને પણ ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. આવામાં ગત વર્ષ રાજયમાં યોજાયેલી સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં સુરત મહાનગરપાલિકામાં થોડી ઘણી સફળતા મળતા આપના સુપ્રીમો અરવિંદ ફેજરીવાલ હવામાં ઉડવા માંડયા છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે ગુજરાતીઓને ભાજપ પસંદ નથી અને કોંગ્રેસને મત આપતા નથી એટલે રાજયમાં કોઇ વિકલ્પ ન હોવાના કારણે ભાજપની સરકાર -તને છે.
તેઓએ પક્ષના નેતાઓને એવી પણ ટકોર કરી હતી કે, ગુજરાતની જનતા વચ્ચે જાય અને કહો કે કોંગ્રેસને મત આપવાનો કોઇ અર્થ નથી.કારણ કે જીત્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યો સત્તાની લાલચમાં પક્ષ પલ્ટો કરી નાંખે છે. આગામી ચુંટણીમાં કોંગ્રેસને એક પણ મત નહી મળે તેની ખાતરી કરો તો ગુજરાતમાં આપનું શાસન આવતા કોઇ રોકી શકશે નહી.
વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં જો ભાજપના ગઢમાં ગાબડુ પાડવામા આમ આદમી પાર્ટી સફળ રહે તો તેની નોંધ માત્ર દેશમાં નહી સમગ્ર વિશ્ર્વમાં લેવાય. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ કેજરીવાલ અણધાર્યા જ નિવેદનો આપતા હોય છે જેના કારણે તેઓ ગમે તેવા નિવેદનો આપતા રહે છે.
જો ભાજપને એકપણ બેઠક ન મળે તો? તમામ 182 બેઠક “આપ” ?
દિલ્હી બાદ પંજાબમાં સત્તા મળતા આપના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મગજમાં રાય ભરાય ગઇ હોય તેવું લાગી રહ્યું છે. તેઓએ ગઇકાલે ગુજરાતની મૂલાકાત દરમિયાન એવું નિવેદન આપ્યુ હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસને એકપણ મત ન મળે તો આપની સરકાર બનશે. એમ જ વિચારવું હોય તો પછી બીજા શબ્દોમાં એવું પણ કહી શકાય કે ભાજપને એકપણ મત ન મળે તો તમામ 182 બેઠકો પર આપના ઉમેદવાર વિજેતા બનશે. ખરેખર જો અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પગદંડો જમાવવો હશે તો બીજાની લીટી ટૂંકી કરવાના બદલે પોતાની લીટી લાંબી કરવાની નીતી અપનાવવી જોઇએ. ગુજરાતમાં કોંગ્રેસનું વર્ચસ્વ પૂર્ણ પતે ખતમ થઇ ગયું નથી. આટલું જ નહિં ગુજરાતની જનતાએ ક્યારેય ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી અને “આપ” હજી ગુજરાતની જનતાને એટલી બધી પ્રિય રાજકીય પાર્ટી નથી કે
કોંગ્રેસના સ્થાને તેનો મત પેટીઓ છલકાવી દે. કોઇપણ પક્ષ છોડો અપક્ષ ઉમેદવાર પણ ચૂંટણીમાં પોતાની શક્તિ પ્રમાણે મત ખેંચી જતો હોય છે. પોદળો પડે તો ચપટી ધૂળ ઉપાડે તે રિતે કોઇપણ નાનો પક્ષને મતોની અમૂક ટકાવારી મળતી હોય છે. ગુજરાતમાં કોંગ્રેસ સાડા ચાર દાયકા રાજ કર્યું છે. આવામાં તેને એકપણ મત કોંગ્રેસને મળશે નહી અને અમારી સરકાર બનશે તેવા સપના જોવાનું અરવિંદ કેજરીવાલે છોડી દેવા જોઇએ. કારણ કે ગુજરાતમાં ભલે કોંગ્રેસ અઢી દાયકાથી સત્તા વિહોણીએ હોય પરંતુ તે ભાજપને બરાબર ટક્કર આપી રહી છે. કેજરીવાલે કાર્યકરોને ખોટી હવા ભરવાના બદલે નક્કર કામગીરી કરવાની આવશ્કતા છે.