પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલીત
વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ, તોરણીયા મહંત રાજેન્દ્રદાસબાપુના વરદ હસ્તે ઉદ્ઘાટન: પિતાના પગલે ડોકટર પુત્રી ઉવર્શી ખાનપરાએ પણ સેવાનો માર્ગ કર્યો પસંદ
આવતીકાલથી ક્રિટીકલ આઇ.સી.યુ. આધુનિક સાધનો સુવિધાથી સુસજજ સૌરાષ્ટ્રની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા પીપલ્સ વેલ્ફેર સોસાયટી સંચાલીત ઇવો મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્5િટલનો વિશ્ર્વ પાટીદાર સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં શહેરના વિજળી રોડ ઉપર ધનરાજ બીલ્ડીંગમાં શુભા આરંભ થઇ રહ્યો છે.
પીપલ્સ વેલફેર સોસાયટી સંચાલીત ઇવા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમના ડો. ઉવર્શી પટેલ, ડો. સંજયભાઇ ખાનપરા, ડો. પિયુષ સિતાપરા, ડો. નાસીર પરમાર દિલીપભાઇ કોરડીયા, યોગેશભાઇ ભાલોડીયા જણાવેલ કે સૌરાષ્ટ્રના પીઢ ગાંધીવાદી અને દલીતોના મહિસા પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ બળવંતભાઇ મણવરની શૈક્ષણીક સેવાકીય પ્રવૃતિની જેમ હવે ગરીબો અને કચરાયેલા લોકોની સુખાકારી માટે આરોગ્ય પ્રવૃતિની સેવાના ઘ્યેય સાથે આવતીકાલથી શહેરના વિજળી રોડ ધનરાજ શોપીંગ સેન્ટરમાં સંસ્થાના સ્થાપક બળવંતભાઇ મણવરની આગેવાની નીચે કાલે રવિવારે સવારે નવ વાગે વિશ્ર્વ ઉમીયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી. પટેલ તેમજ તોરણીયા નકલંક ધામના સંત રાજેન્દ્રદાસ બાપુ હસ્તે પ્રારંભ કરી રહ્યા છીએ. જયારે મુખ્ય મહેમાન તરીકે વિશ્ર્વ ઉમીયા ફાઉન્ડેશના અમદાવાદના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદ મગનભાઇ જાવીયા, ઉમીયા માતાજી સંસ્થાના ઉંઝાના ટ્રસ્ટી ખેતશીભાઇ પટેલ સામાજીક આગેવાનો કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઇ ઝાલાવડીયા, રાજકોટ રાજ બેંકના ચેરમેન કમલભાઇ ધામી નગર શેઠ અમિતભાઇ શેઠ, ઉઘોગપતિ ધરણોતભાઇ સુવા, સમાજ શ્રેષ્ઠી વિક્રમભાઇ સુવા, જગદીશભાઇ વિરમગામા, પ્રદિપભાઇ જોશી, કનુભાઇ કાલાવડીયા, દેવેન્દ્રભાઇ ધામી વરિષ્ઠ જર્નાલીસ્ટ ભરતભાઇ રાણપરીયા, રાજકીય આગેવાનો પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, એન.પી. કાલાવડીયા, પાલીકા પ્રમુખ મયુરભાઇ સુવા પૂવ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, જીલ્લા પંચાયતના સભ્ય જતીનભાઇ ભાલોડીયા, તેમજ વિવિધ સમાજ શૈક્ષણિક ક્ષેત્ર, સામાજીક સંસ્થાના આગેવાનો સૌરાષ્ટ્ર તેમજ ઉપલેટાના નામાકિત ડોકટરો પ્રસંગે ખાસ ઉ5સ્થિત રહેશે.
આવતીકાલથી ઇવા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં એમ.ડી. મેડીસીન ડો. એમ.એસ. વાજા, સ્ત્રી રોગના નિષ્ણાંત ડો. જગદીશ એરુભા, જનરલ સર્જન ડો. કેવિન અજુડીયા દ્વારા ક્રિટીકલ આઇ.સી.યુ., વેન્ટીલેટર, બાઇ પંપ, બાળકોના વેન્ટીલેટર, જનરલ સર્જન, સર્જરી ડાયાબીટીસ, સ્ત્રી રોગ, મગજ, હ્રદયની વિવિધ સારવારો નામાકિત ડોકટરો દ્વારા કરવામાં આવશે તો આવતી કાલે ઇવા મલ્ટી સ્પેશ્યાલીસ્ટી હોસ્5િટલમાં શુભઆરંભ પ્રસંગમાં જાહેર જનતાને પધારવા હોસ્પિટલના સંચાલકોએ અનુરોધ કરેલ છે.