આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત મુલાકાતે મેવાડા પાર્ટી પ્લોટમાં શપથ ગ્રહણ તેમજ ટાઉનહોલ ખાતે મફત વિજળી કાર્યક્રમ

વિધાનસભાની ચૂંટણી સંભવત: ડિસેમ્બરમાં યોજાવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ભાજપે ગ્રાઉન્ડ લેવલે માઇક્રો પલાનિંગ કરી તૈયારી આરંભી છે ત્યારે કોંગ્રેસ પણ ફરી બેઠું થવા કમર કસી રહ્યું છે.દિલ્હી બાદ પંજાબ માં પ્રચંડ બહુમતી સાથે સરકાર રચ્યા બાદ આમ આદમી પાર્ટીની નજર હવે મોદીના ગુજરાત પર છે.ગુજરાત ભાજપનો ગઢ માનવામાં આવે છે પરંતુ ભાજપના આ ગઢમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલ તમામ તૈયારીઓમાં લાગી ગયા છે.ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આંટાફેરા વધવા લાગ્યા છે ત્યારે અરવિંદ કેજરીવાલ પણ અવારનવાર પ્રચાર માટે તેમજ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત કરવા 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.અમદાવાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ હોદેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ તેમજ વિજળી બાબતના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે.આમ આદમી પાર્ટી વાતો-વચનો નહીં પરંતુ નક્કર કર્યો સાથે આગળ વધી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલના આગમનને વધાવવા કાર્યકરોમા પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠક પર ઉમેદવારો મેદાને ઉતારશે

આગામી ગુજરાત  વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 182 બેઠકો પર પોતાનાં ઉમેદવારોને મેદાને ઉતારવા જઈ રહી છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે માળખું તૈયાર કરી સંગઠનને વધુ મજબૂત કરવા મથામણમાં ગોપાલ ઈટાલીયા,ઈશુંદાન ગઢવી સહિતના ગુજરાતના નેતાઓ કામે લાગી ગયા છે.સમગ્ર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતથી જીતાડવા માટે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ ઈશુદાન ગઢવીને પણ કામે લાગવા અરવિંદ કેજરીવાલ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.હાલમાંજ આમ આદમી પાર્ટીનું નવું માળખું તૈયાર કરાયું છે ત્યારે જોવું એ રહેશે કે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલી શકશે કે કેમ ?

10 ધારાસભ્યોની ટિમો ગ્રાઉન્ડ લેવલે ઉતારાશે, ઝોન વાઇઝ આરોગ્ય કેન્દ્રો- સરકારી શાળાઓની વિઝિટ કરશે : ઈશુદાન ગઢવી

01 1

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવીએ અબતક મીડિયા સાથે આ તકે ખાસ વાતચીત કરી હતી.ઈશુદાનભાઈએ જણાવ્યું હતું કે આવતીકાલે અમદાવાદમાં મેવાડા પાર્ટી પ્લોટ ખાતે 7,500 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ, હોદેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.પરમ દિવસે વીજળી બાબતનો કાર્યક્રમ ટાઉનહોલ ખાતે રાખવામાં આવ્યો છે.ઈશુદાનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબમાં જે રીતે સારકારે 300 યુનિટ ફ્રી વીજળી કરી તે જ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ફ્રી વીજળી આપવામાં આવશે.અને હાલ ની સરકાર પાસે પણ અમે લોકો માટે,ખેડૂતો માટે ફ્રી વીજળી યુનિટોની માંગ કરી રહ્યા છીએ.વીજળીનું મેનેજમેન્ટ સમગ્ર ભારતમાં માત્ર કેજરીવાલ જ કરી શકે છે.મફત વીજળી આપીને સરકારની તિજોરી પર ભારણ ન આવે તે મેનેજમેન્ટ આમ આદમી પાસે છે.આગામી દિવસોમાં 10 ધારાસભ્યોની ટિમો ગ્રાઉન્ડ લેવલે ઉતારાશે,ઝોન વાઇઝ આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી શાળાઓની વિઝિટ કરશે.લોકશાહીના પાયાના સિદ્ધાંતો સાચા અર્થમાં સાકાર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.