મોરબીમાં 400 કરોડના ખર્ચે સીરામીક પાર્ક બનશે

ઔદ્યોગીક સાહસિકોને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવા અપીલ કરતા સાંસદ કુંડારીયા

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક્સપોર્ટ મીટ-22નું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ.એસ.એમ.ઈ. માટે કેન્દ્ર સરકારે 6000 હાજર કરોડના ખર્ચે શરૂ કરેલી યોજનાની વાત કરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ. આત્મનિર્ભર થશે તો મોરબી સિરામીક ઉદ્યોગ આત્મનિર્ભર થશે જેથી મોરબી, ગુજરાત અને ભારત આત્મનિર્ભર બનશે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં 400 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સિરામીક પાર્ક આકાર લેશે અને એક્સપોર્ટ પોલિસીમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન ની ભુમિકા પર ચર્ચા અન્વયે મંત્રીએ જણાવ્યું હતું કે, મોરબી સિરામીકના હાર્ડ સમા મોરબી-જેતપર-અણીયારી રસ્તાનું ટુંક સમયમાં ભુમી પૂજન કરાશે.

IMG 20220701 WA0470

બજેટમાં ડ્રોન ટેકનોલોજીમાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, ગુજરાતના 500 થી વધુ આઈ.ટી.આઈ.માં 24 પ્રકારના ડ્રોન ટેકનોલોજીના કોર્સ 1લી ઓગસ્ટથી શરૂ કરાશે. તથા બજેટમાં મોરબીના શ્રમિકોની આવાસ સુવિધા માટે શ્રમનિકેતન પણ મંજૂર કરાવી છે.

આ પ્રસંગે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ઔદ્યોગીક સાહસિકોને ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનમાં જોડાવા અપીલ કરી ક્વોલિટી ઉત્પાદન પ્રક્રિયા પર ભાર મુક્યો હતો.

આ પ્રસંગે ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના જનરલ ડાયરેક્ટર ડો. અજય સહાય, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના વાઈસ પ્રેસિડન્ટ ખલીદ ખાન, ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રાદેશિક ચેરમેન નંદકિશોર કાગ્લીવાલ (વડોદરા), મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ વિશ્વનાથ શ્રીવાસ્તવ, જે.એમ. બિશ્નોઈ, કે.વી. મોરી, વિકાસ પ્રસાદ તેમજ ઔદ્યોગીક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.