છેલ્લા દિવસે બે સેશનમાં કુલ 24594 વિદ્યાર્થીઓમાંથી 856 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા લેવાય રહેલ સેમેસ્ટર – 2 ની પરીક્ષા ગઈકાલે પૂર્ણ થયેલ છે. જેમાં પરીક્ષાના છેલ્લા દિવસે 1 કોપી કેસ નોંધાતા, આ પરીક્ષા દરમિયાન કોપી કેસનો આંકડો 28 ઉપર પહોંચ્યો હતો.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા વિવિધ કેન્દ્રો ઉપર સ્નાતક કક્ષાની બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.આર.એસ.ની સેમેસ્ટર – 2 ની પરીક્ષામાં કુલ 24594 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઇ હતી, અને કુલપતિ ડો. ચેતન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પરીક્ષા શુદ્ધિકરણના ભાગરૂપે વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન પરીક્ષાના છેલ્લા દિવસે માણાવદર ખાતે બી.કોમ.માં કમ્પ્યુટર સાયન્સ વિષયમાં 1 કોપીકેસ નોંધાયો હતો. તે સાથે આ પરીક્ષા દરમ્યાન કુલ 28 કોપીકેસ નોંધાયા હતાં.