થાન તાલુકા રૂપાવટી રોડ ઉપર આવેલો ભલુળો વિસ્તાર અને મહા નદી વિસ્તારમાં બેફામ કોલસાનો ખોદકામ ચાલુ હોવાનું બાતમીના આધારે થાન મામલતદાર કચેરીના અધિકારીઓ સ્થળ પર સાંજના સમયે રેડ પાડી હતી જેથી ખનીજ માફિયામાં દોડધામ મચી જવા પામી હતી અને સ્થળ ઉપર જ ત્રણથી પણ વધારે ચરખી કબજે કરવામાં આવી હતી જેની અંદાજીત કિંમત આશરે સાત લાખ રૂપિયા હતી. થાન પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી અને ખનીજ માફીઆઓ દ્વારા ફોનની ઘંટડીઓ વગાડવાનું ચાલુ કરી દીધેલું હતું અને ચોટીલા થી પ્રાંત અધિકારી પ્રિયંકકુમાર ગલચર સ્થળ પર પણ આવી જવાથી ખનીજ માફિયાનો ખેલ કામ લાગીયો ના હતો આ સમયે એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે થાન પોલીસની હાજરી ની અંદર બે ટ્રેક્ટર લઈ ગયા હતા
જ્યારે મોટાભાગના વિસ્તારની અંદર મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ચેકિંગ કરવા નીકળવાની તૈયારીમાં હતા ત્યારે ખનીજ ચોરી અંગેની જાણ માફિયાઓને થઈ જતા જાણ ૧૫ થી પણ વધારે મોટાવાહનો ત્યાંથી છુમંતર થઈ ગયા હતા પણ પોલીસ અને મામલતદાર કચેરીના અધિકારીઓ મળીને બન્નેએ સ્થળ ઉપર જઈને ચરખિ કબજે લીધી હતીથાન મામતદાર કચેરી ના અધિકારીઓ,થાન પોલીસ મથકના મહિલા પીઆઇ સહિત પોલીસટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી.