કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે આવેલ સરકારી વિરડી ની જમીન માં મશીનરી નો ઉપયોગ કરી ગેરકાયદેસર ખોદકામ કરી ડમ્પરો ભરવામાં આવી રહ્યા હતાં ત્યારે છેલ્લાં દશ વર્ષ થી સરકારી વિરડી માં ઢોર ચરાવતા ભરવાડ દ્વારા વનવિભાગ ને જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી એક હિટાચી જેસીબી મશીન અને બે ડમ્પરો ઝડપી લીધા હતા
અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદના મેસવાણ ગામે ચાલતી ચર્ચા મુજબ સતાધારી પક્ષના આગેવાનો દ્વારા આડેધડ સરકારી પડતર જમીનો ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી મોટાપાયે માટી ચોરી કરવામાં આવે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આકરાં પગલાં લેવામાં આવતાં નથી સામાન્ય દંડ વસુલી આંખ આડા કાન કરી ઢાંકપિછોડો કરવામાં આવે છે.
આજની મેસવાણ ગામે સરકારી વીરડી માં થી ઝડપાયેલ માટી ચોરી માં મોટા મગરમચ્છો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.