ગૌ ઉદ્યોગ સાહસિકતા દ્વારા રખડતાં ગૌ વંશની સમસ્યાનો અંત આવશે : ડો.વલ્લભ કથીરિયા
આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએMSME દિવસ નિમિતેગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબીનારમાં આ વાત કહી હતી. MSME ડેનાં અવસર પર આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનાર “ગૌ ઉદ્યોગ સાહસિકતાથીસમૃદ્ધિમાં જ્યાં MSME અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ (ઊંટઈંઈ) દ્વારા ગૌ ઉદ્યમીઓ માટેની સરકારી યોજનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સદ્ગુરુના ‘તફદય તજ્ઞશહ’ ઝુંબેશનો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ જમીનની ઘટતી જતી ક્ષમતા અંગે કહ્યું કે જમીન સુધારવાની શક્તિ અને ક્ષમતા દેશી ગાયના ગોબરમાં છે. આ વૈશ્વિક સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે આપણું દેશી ગાયનું છાણ. આપણે આ દિશામાં કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આપણા વડાપ્રધાન કહે છે કે આપણે જમીનને ઘણા ઝેરના ઈન્જેક્શન આપ્યા છે. હવે આ જમીનને તેની પસંદગીની વસ્તુઓ ખવડાવો અને તે માત્ર ગાયનું ગોબર અને ગૌમૂત્ર છે.આવક અને ઉદ્યોગ સાહસિકતા વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ કહ્યું કે અમૂલ એકમાત્ર એવો ઉદ્યોગ છે જે ગ્રામીણ અર્થતંત્રને દરરોજ રૂ.125 કરોડ આપે છે. આ પણ ગાય માતાનો મહિમા છે. માત્ર દૂધ જ નહીં, હવે હજારો ગાયોના ખાવા-પીવાનો ખર્ચ તેમના ગોબર અનેગૌ મૂત્રમાંથી જ મેળવી શકશે. ખેતી માત્ર આવક માટે જ નહીં પરંતુ વિશ્વની ખાદ્ય સુરક્ષા અને સમાજને સ્વસ્થ રાખવા માટે પણ જરૂરી છે.
મધ્યપ્રદેશનાં MSME મંત્રી ઓમપ્રકાશ શકલેચાજીએ મધ્યપ્રદેશ સરકાર દ્વારા ગૌ પાલન અને ગૌ ઉદ્યોગસાહસિકતા માટે સરળ અને અનુકૂળ વાતાવરણ બનાવવાની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. હરિયાણા ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રવણ ગર્ગ અને ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય સંયોજક અજીતપ્રસાદ મહાપાત્રએ પણ યોજનાઓના અમલીકરણ પર ભાર મૂક્યો હતો.ભૂતપૂર્વ IAS કમલ ટાવરીએ ગૌ સંબંધિત ઉદ્યોગસાહસિકતાના તમામ પરિમાણો માટે માર્કેટિંગ અને કન્સલ્ટિંગ વિશે વાત કરી. આ આંતરરાષ્ટ્રીય વેબિનારનું સંચાલન પુરીશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. અમિતાભ ભટનાગરે મહેમાનોનું સ્વાગત કર્યું અનેમિત્તલ ખેતાણીએ વેબિનારમાં હાજર તમામ મહેમાનો અને ગૌ આધારિત ઉદ્યોગ સાહસિકોનો આભાર માન્યો હતો.