ઓપીડી અને ફેફસાની કેપીસીટી ની તપાસ વિનામૂલ્યે કરી આપશે
ડોક્ટર્સ ડે જુદા – જુદા દેશો માં અલગ – અલગ તરીકે ઉજવવામાં આવે છે . ભારત માં સુપ્રસિદ્ધ ચિકિત્સક અને પશ્ચિમ બંગાળ ના બીજા મુખ્ય મંત્રી ડો , બિધાન ચંદ્ર રોય ની જન્મ અને પુણ્યતિથિ નિમિતે ભારત દેશ માં દર વર્ષે તા . 1 જુલાઈ ના રોજ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે.
જેના અંતગર્ત જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા આ દિવસ નિમિતે ઓર્થોપેડિક એમ , ડી . મેડિસિન , શ્વાસ અને એલર્જીના નિષ્ણાંત , ન્યુરો સર્જન , યુરોલોજિસ્ટ ડેન્ટિસ્ટ , માનસિક રોગ , સ્પાઈન સર્જન , કાન , નાક , ગળા ના સર્જન વગેરે જેવા વિભાગો માં ફ્રી ક્ધસલ્ટેશન કરી આપવામાં આવશે . તેમજ લેબ રિપોર્ટ એક્સ રે સીટી સ્કેન ,દાંત ની સર્જરી અને અન્ય સર્જરીઓ માં પણ રર ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમજ ફેફસાં ની કેપિસિટી ફ્રી માં ચેક કરી આપવામાં આવશે અને હોલ બોડી ચેક અપ ફક્ત રૂ .. 899 / – માં કરી આપવામાં આવશે . કોઈ પણ દર્દી ફ્રી ઓ.પી. ડી . નો સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી લાભ લઇ શકે છે . આ ઉપરાંત હોસ્પિટલ માં આયુષ્માન યોજના હેઠળ ડાયાલીસીસ , જોઈન્ટ રીપેલસમેન્ટ , તથા આર્થ્રોસ્કોપી ના ઓપરેશનો , યુરો સર્જરી કરવામાં આવે છે તેમજ હોસ્પિટલ માં ફિઝીયોથેરાપી , સીટી સ્કેન , એક્સ – રે , લેબોરેટરી ની સુવિધા પણ ઉપલબ્ધ છે . વધુ માહિતી માટે જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ , પંચવટી સોસાયટી , શ્રીનાથજી ટાવર પાછળ , અમીન માર્ગ રાજકોટ ખાતે અથવા 0281 2450551/5253 , 88667 7383 , 7874609000 પર સંપર્ક સાધવા જણાવાયું છે .