જ્યારે શરીરમાં કોઇક અક્ષમતાઓ હોય છે ત્યારે વ્યક્તિનું મનોબળ અને દ્રઢનિર્ધાર બાજી મારી જાય છે. બ્રિટનની ૧૩ વર્ષની લિલી રાઇસ નામની ટીનેજર યુરોપની પહેલી ફિમેલ એથ્લીટ બની છે. જે વ્હીલચેરમાં બેસીને બેકફ્લીપ મારી શકે છે. વેલ્સના પેમ્બ્રોકશર શહેરમાં રહેતી લિલિએ એક સાઇકલ-રિંગમાં વ્હીલચેર પર બેક ફ્લિપ શીખવાં માટે લગાતાર છ કલાક સુધી મહેનત કરી અને એક જ દિવસમાં એમ કરતાં પણ શીખી ગઇ.
લિલિને સ્પેસ્ટિક પેરાપ્લેજિયા નામની વારસાગત તકલીફ છે જેને કારણે તેના પગના સ્નાયુઓ શિથિલ થઇ ગયા છે લગાતાર છ કલાક સુધી તેણે પ્રેક્ટિસ કરી હતી છ કલાક પછી પહેલી વાર જ્યારે તેણે સફળ બેન્ડિંગ કર્યુ એ જ ઘડીએ તેની વિડિયો ક્લિપ તેણે સોશિયલ મિડિયા પર શેર કરી હતી. હવે તે પોતાની આ સ્કિલને વધુ નિખારી રહી છે. અને આવતા વર્ષે કેલિફોર્નિયામાં થનારી વ્હીલચેર મોટરક્રોસ ચેમ્પિયનશિપમાં ભાગ પણ લેવાની છે.