800*300 ફુટનો વિશાળ શેેડ બનાવવા જુલાઇ માટે ટેન્ડર કરાશે પ્રસિઘ્ધ: હાલ યાર્ડમાં નાના-નાના 1ર જેટલા સેડ કાર્યરત
સૌરાષ્ટ્રના સૌથી વ્યાપારી પીઠા એવા બેડી માકેટીંગ યાર્ડનો વિકાસ રાજાની કુંવરીની માફક થઇ રહ્યો છે. 2014 માં કાર્યરત થયેલા બેડી યાર્ડમાં હાલ કાર્યરત 1ર જેટલા નાના મોટા સેડ ટુંકા પડી રહ્યા છે હવે માકેટીંગ યાર્ડમાં રપ કરોડના ખર્ચે 800 ફુટ બાય 300 ફુટનો વિશાળ એક સેડ બનાવવાની વિચારણા શરુ કરવામાં આવી છે. જેનું બાંધકામ અલગ અલગ બે તબકકે કરવામાં આવશે જુલાઇ માસમાં સેડના બાંધકામ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવશે.
આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ માકેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાએ જણાવ્યું હતું કે બેડી યાર્ડ નો સતત વિકાસ થઇ રહ્યો છે સૌરાષ્ટ્રભરના ખેડુતો જણસીના વેચાણ માટે અહી આવી રહ્યા છે. બેડી યાર્ડ વર્ષ-2014 માં કાર્યરત થયું છે ત્યારે યાર્ડની જરુરીયાત મુજબ નાના મોટા 1ર જેટલા સેડ બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે જણસીની આવક ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે આવામાં માલ ખુલ્લામાં રાખવાની ફરજ પડે છે જેના કારણે ચોમાસામાં વરસાદ દરમિયાન જણસી પલળી જવાનો ભય રહે છે. સાથો સાથ ઉનાળા અને શિયાળામાં કમૌસમી વરસાદમાં પણ ખુલ્લામાં રહેલી જણસીના કારણે ખેડુતો અને વેપારી સૌને નુકશાની વેઠવી પડે છે. જેના નિરાકરણ માટે હવે બેડી માકેટીંગ યાર્ડમાં રપ કરોડના ખર્ચે 800 ફુટ બાય 300 ફુટ નો વિશાળ સેડ બનાવવાની ગંભીર વિચારણા શરુ કરવામાં આવી છે આ માટે ડિઝાઇન ફાઇનલ થઇ ગઇ છે.
તેઓએ વધુમાં ઉમેયુૃ હતું કે આગામી 1લી જુલાઇ બાદ સેડ બનાવવા માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે. અલગ અલગ બે તબકકે બાંધકામ કરવામાં આવશે આ સેડ આવતા વર્ષ ચોમાસાની સીઝનપહેલા તૈયાર થઇ જાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિશાળ સેડનું નિર્માણ કામ પૂર્ણ થયા બાદ વેપારીઓ અને ખેડુતોને મોટી રાહત મળશે ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ કે શિયાળા ઉનાળામાં માવઠા દરમિયાન જણસી સુરક્ષીત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડના ચેરમેન તરીકે સત્તારૂઢ થયા બાદ જયેશભાઇ બોધરાએ ખેડુતો અને વેપારીઓના હિતમાં અનેક વિધ નિર્ણયો લીધા છે. હાલયાર્ડમાં કેન્ટીન સહિતનું બાંધકામ ચાલુ છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેડનું નિર્માણ કામ યાર્ડમાં શરુ થશુ.