રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત છઠ્ઠા દિવસે મિઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં દરોડો પાડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આજે શહેરના ગુંદાવાડી નજીક આવેલા કેવડાવાડી શેરી નં.૧૭માં બાલાજી નમકીનના પ્રોડકશન યુનિટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ગંદકીથી ખદબદતા બાલાજી નમકીનના ઉત્પાદન કેન્દ્રને તાત્કાલીક અસરથી સીલ કરી દેવામાં આવ્યું હતું અને ૧૭૦ કિલો વાસી ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો.આજે સવારે નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ અને ડેઝીગ્નેટેડ ઓફિસર એ.એમ.પંચાલ સહિતનો આરોગ્યનો કાફલો શહેરના ગુંદાવાડી શેરી નં.૫માં પેઈન્ટર રાઠોડની બાજુમાં આવેલા કેવડાવાડી શેરી નં.૧૭માં સદ્ગુરુધામ મકાનમાં ત્રાટકયો હતો. અહીં મિતેશ વિનોદભાઈ ફુલર નામના આસામી દ્વારા જય બાલાજી નમકીન નામની પેઢી ચલાવવામાં આવતી હતી. જેમાં નમકીન, ખાજલી, સક્કરપારા અને ચકરી સહિતના ઉત્પાદન કરવામાં આવતું હતું.સ્થળ પર હાઈઝેનીક કંડીશન ખૂબજ ખરાબ હાલતમાં જોવા મળી હતી. સ્ટોર ‚મમાં વાંદા સહિતની જીવાતો જોવા મળી હતી. ખાદ્ય તેલ અને કાચો માલ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવતો હોવાનું માલુમ પડયું હતું. આટલું જ નહીં પેઢી પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ ન હતું. સ્ટોર‚મમાં બારણાની પાછળ કે બારીના દરવાજા ન હોવાના કારણે ઉંદરડાની બખોલ પણ જોવા મળી હતી.નમકીનના જથ્થાને કંતાનના કોથળાથી ઢાકી રાખવામાં આવતા હતા અને ન્યુસન્સ સામાન પણ ભંગાર હાલતમાં જોવા મળતા તાત્કાલીક અસરથી બાલાજી નમકીનની પેઢીને સીલ કરી દેવામાં આવ્યું હતું. ૧૭૦ કિલો જેટલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરી બાલાજી નમકીનના સંચાલકને અનહાઈઝેનીક કંડીશન અને ફૂડ લાયસન્સ ન હોવના કારણે નોટિસ ફટકારવામાં આવી છે.
Trending
- સાલું ગમે તે કરી લ્યો પણ રીલ્સમાં view જ નથી આવતા…ફિકર નોટ આ ટિપ્સ ટ્રાઈ કરો
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2024માં રાજકોટને આપી રૂ.1100 કરોડના વિકાસકામોની ‘ગિફ્ટ’
- પાટણ: વઢિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુંધી પહોંચી
- દાહોદ : ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ
- રાસાયણિક નહીં પરંતુ કૂદરતી તત્વો વાળા ટૂથપેસ્ટ અને સાબુ તરફ લોકો વળ્યા!!!
- અંજાર: પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા કર્મીઓનું સ્નેહમિલન યોજાયું
- ગીર સોમનાથ: નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
- ગીર સોમનાથ: વેરાવળ ખાતે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ