સૌરાષ્ટ્રની ખ્યાતનામ એમ.ડી. મહેતા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગર્લ્સ હાઈસ્કુલ 50 વર્ષમાં પ્રવેશ કરતા ભવ્ય ઉજવણી

 

દિકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

IMG 20220627 WA0005રાધવજીભાઈ પટેલ આ પ્રસંગે રાજયના કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, ધ્રોલ તાલુકો નહી પણ આજુબાજુનો વિસ્તાર નસીબદાર છે કે, વણીક પરીવાર એવા એમ.ડી. મહેતા પરીવારે પોતાના વતનનું રૂણ ચુકવીને આ સંસ્થાની સ્થાપના કરીને દિકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યુ છે અને આ સંસ્થાના હૃદય સમાન સુધાબેન ખંઢેરીયા આ સંસ્થાના જનત માટે પોતાની આખી જીંદગી ખર્ચી નાખી છે ત્યારે કોઈ કહય છે કે, પેઢી અને જીવન સુધારવુ હોય તો શિક્ષણ આપવ જોઈએ ત્યારે આ વિસ્તારની દિકરીઓ માટે મહેતા પરીવારે શિક્ષણ આપવાનું નકકી કરીને આ સંસ્થાનું નિર્માણ કરીને મોટુ કામ કર્યુ છે અને આ એમ.ડી. મહેતા સંસ્થા દરેક સમાજની દિકરીઓ માટે શિક્ષણ આપવાનું જે કાર્ય કરી રહયા છે તેનું રૂણ કયારેય નહી ચુકવાય તેવી માર્મિક ટકોર કરી હતી.. વધુમાં રાધવજીભાઈ પટેલએ જણાવ્યુ હતુ કે, વણીક પરીવારની આ સંસ્થા મુલ્યનિષ્ઠ શિક્ષણ સાથે સંસ્કારનું ધડતર કરી રહી છે અને ઉતમ સંસ્થા ધ્રોલને ભેટ આપી છે અને મહેતા પરીવાર પોતાના ખર્ચે સમાજની દિકરીઓના ભણતર માટે ભેખ પેરીને ભગીરથ કાર્ય કરી સમાજને નવી રાહ ચિંધી છે

50 વર્ષ સુધીની સંઘર્ષમય યાત્રા  સુધાબેન ખંઢેરીયા, એમ.ડી.મહેતા સ્કૂલ

CH3

આ સંસ્થાના સેક્રેટરી એવા અને સંસ્થા ચલાવવામાં પોતાનું જીવન સમર્પિત કરનાર સુધાબેન ખંઢેરીયાએ પોતાના ભાવાત્મક પ્રવચનમાં ભુતપુર્વક વિધાર્થીનીઓને તેમજ આ સંસ્થા ચાલુ થઈ ત્યારથી માંડીને 50 વર્ષ સુધી સંધર્ષમય યાત્રા યાદ કરી હતી અને આ સંસ્થાઓની ભુતપુર્વ વિધાર્થીનીઓ જે સફળ સંચાલન કરે છે અને મહેમાનોનો આભાર માનીને ભાવુક થયા હતા

 

શિક્ષણ એ જીવનમાં સુધારો લાવી શકે છે: ધર્મેશભાઈ મહેતા

IMG 20220627 WA0003

આ સંસ્થાના એમ.ડી. મહેતા બાદ તેમના પરીવારના ધર્મેશભાઈ મહેતા આ સંસ્થાને આગળ ચલાવવા માટે કટીબંધ હોય તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આ સંસ્થાએ 50 વર્ષની સફળ દરમયાન દુનીયા ધણી બદલાઈ ગઈ છે શિક્ષણમાં પણ ધરખમ સુધારો થયો છે, આપણે આધુનીક શિક્ષણ તરફ આગળ વધવુ પડશે,આ સંસ્થાની વાત કરીએ તો 50 વર્ષથી ચલાવી રહયા છે તેનું યોગદાન ધ્રોલને શુ મળ્યુ તેની વાત કરતા જણાવ્યુ હતુ કે, વર્ષો પહેલા દિકરીઓ માટે શિક્ષણ આપવુ ભારે કપરુ હતુ તેવા સમયે આ સંસ્થાની શરૂઆત થઈ હતી તેમ કહીને એમ.ડી. મહેતા અને ધ્રોલ ઠાકરો સાહેબને યાદ કર્યા હતા અને હરસુખભાઈ મહેતાને યાદ કરીને જણાવ્યુ હતુ કે, શિક્ષણ એ જીવનમાં સુધારો લાવી શકે છે અને શિક્ષા કયારેય ખતમ થતી નથી તેમ કહીને હરસુખભાઈ મહેતાની વાતો વર્ણવી હતી વધુમાં ધર્મેશભાઈ મહેતાએ જણાવ્યુ હતુ કે, દુકાળના સમયે પણ આ સંસ્થામાં કોઈ સમસ્યા થવી ન જોઈએ અને અને હરસુખભાઈ મહેતા ભુંકપના સમયે પણ આ સંસ્થામાં અભ્યાસ કરતી દિકરીઓની ચિંતા કરીને સીધા જ ધ્રોલ આવી ગયા હતા

 

દાનની સાથે જાત ઘસી આપનાર પરિવારની સેવા અનોખી: કુલપતિ ભદ્રાયુભાઈ વચ્છરાજાની

IMG 20220627 WA0004

જયારે આ પ્રસંગે મુખ્ય વકતા તરીકે લોકભારતી વિધાપીઠ, સણોસરાના કુલપતિ ડો. ભદ્રાયુભાઈ વચ્છરાજાનીએ પોતાની આગવી શૈલીમાં વકતવ્ય આપવા જણાવ્યુ હતુ કે, ધ્રોલની ગૈારવશાળી એમ.ડી. મહેતા ગલ્સ હાઈસ્કૂલની આ યાત્રા 50 વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આ યાત્રા 100 વર્ષ પછી પણ આપણે હાજરી આપવાની છે એવુ કઈને પણ એમ.ડી. મહેતા અને ધ્રોલ ઠાકરો સાહેબ મળ્યા અને મિત્ર થયા બાદ દિકરીઓ માટે આ સંસ્થાનું નિર્માણ થયુ છે, દાખલો આપતા ભદ્રાયુભાઈએ જણાવ્યુ કે, વણીક પરીવારમાં એક વ્યવસ્થા હોય છે જે દરેક જ્ઞાતિએ શિખવા જેવી છે,

પરીવારમાં કોઈ કાર્ય થાય તેમા પરીવારમાં કોઈ ચચુપાત કરતુ નથી અને જે જેનું કાર્ય તેમા સહભાગી થાય છે ત્યારે આ સંસ્થાના વટવૃક્ષ સમાન સંસ્થાના સુધાબેન અને હંસાબેન વિશે જણાવ્યુ કે, આપણે એક જગ્યાએ પલોઢીવાળીને લાંબો સમય બેસી શકતા નથી તે વચ્ચે સુધાબેન ખંઢેરીયાએ 50 વર્ષ સુધી આ સંસ્થામાં બેસીને પરણ્યા વગર સમાજની દિકરીઓને ભણાવવા માટે ભેખ પેરી લીધો છે તયારે લોકો માને છે કે બહેનો પરણ્યા નથી પણ હું એવુ માનુ છું કે, આ સંસ્થા સાથે વચનબંધ થઈને સમાજમાં મોટુ યોગદાન આપ્યુ છે આવુ વ્યકિતત્વ સંસાર અને સમાજને ઘણું બધુ આપે છે તેના માટે સાધ્વી બનવાની કે, લગ્ન કરવાની જરુર નથી તેવી ટકોર કરી હતી તેમજ વર્ષો પહેલા કપરાકાળમાં સુધાબેન અને હંસાબેન આ સંસ્થા માટે સમય વિતાવ્યો છે

 

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહનું રાજયના કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા ઉદઘાટન કરાયું

IMG 20220627 WA0001

સૈારાષ્ટ્રની ખ્યાતનામ ધ્રોલની એમ.ડી. મહેતા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટસ્ટ સંચાલીત ગર્લ્સ હાઈસ્કુલ 50 વર્ષમાં પ્રવેશ કરતા આ ભવ્ય પ્રસંગની ઉજવણી માટે ભુતપૂર્વ વિધાર્થીનીઓના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામા આવ્યુ હતુ અને આ સમારોહના અધ્યક્ષ રાજયના કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે ઉધ્ધાટન કર્યુ હતુ..ધ્રોલની પ્રખ્યાત એવી એમ.ડી. મહેતા ગલ્સ હાઈસ્કુલના 50 વર્ષમાં પ્રવેશ પ્રસંગે મોટી સંખ્યામાં ભુતપુર્વ વિધાર્થીઓનો ઉપસ્થિત રહી હતી અમુક વિધાર્થીઓ વિદેશ હોય તેમ બહારના રાજયમાં હોય ધ્રોલ આવી પહોચીને પોતાના વિચારો રજુ કર્યા હતા અને પોતાની જુની યાદો યાદ કરીને આ સંસ્થામાં ભાવુક તેમજ લાગણીઓના દશ્યો જોવા મળ્યા હતા આ પ્રસંગે સંસ્થાની વિધાર્થીનીઓ ધ્વારા પ્રાર્થના ગીત સાથે શરુ કરીને વિવિધ સંસ્કૃતિક કાર્યકરો રજુ કર્યા હતા અને આ કાર્યક્રમનું આ સંસ્થાની દરેક બહેનો, સ્ટાફએ સફળ સંચલાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..ધ્રોતલ એમડી મહેતા સ્કૂલમાં 50 વર્ષ  અલગ અલગ સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને આગળ વધારી હતો.. આ કાર્યક્રમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમના રાઘવજીભાઈ પટેલ કેબિનેટ કૃષિ મંત્રી, ભદાયુભાઈ વચરાણી, ધર્મેશભાઈ મહેતા, સુધાબેન ખંઢેરીયા, સંજીવભાઈ શેખ, પ્રીતિબેન હર્ષાબા, જયશ્રીબેન પરમાર, જાડેજા હંસાબેન મહેતા, જેરામબાપા વાસજાળીયા, વિજયભાઈ સોજીત્રા, પ્રદ્યુમલસિંહ જાડેજા, જી. કે પટેલ, મમતાબેન પુરોહિત, વિમલભાઈ મહેતા, તેમજ મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીનીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા..

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.