પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમોમાં 15 થઈ વધુ શાળાઓ પર મુલાકાત લીધી પ્રવેશ મેળવતા બાળકોને પ્રોત્સાહિત કર્યા શાળા પ્રવેશ ને ઉત્સાહના રૂપમાં ઉજવવા માટે વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્ય મંત્રી, નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ શ્રી કાંતિભાઇ અમૃતિયા શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહે છે.
કાંતિભાઇ અમૃતિયાએ નિખાલસતાથી કબૂલ કરે છે કે જે તે સમયે તેઓ શિક્ષણ મેળવી શક્યા નથી પણ હાલના સમયમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહેવું જોઈએ નહીં. દરેક જગ્યાએ તેઓ ખાસ જણાવે છે કે બાળકોમાં અત્યારથી જ ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપનાનું વાવેતર કરવું જોઈએ. બાળકોને upsc gpsc તૈયારીઓ માટેનું વાતાવરણ નાનપણથી જ ઉભું થવું જોઈએ અને એ માટે તેઓએ સંખ્યાબંધ વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા પણ પૂરી પાડી છે.
ધારાસભ્ય તરીકે મળતી ગ્રાન્ટ પૈકી તેઓએ શાળાના ઓરડાઓમાં પુસ્તકો, ફર્નિચર તેમજ શાળાના પટાંગણમાં સિમેન્ટ બેન્ચીસ માટે તથા પુસ્તકોની પુસ્તકાલયો માટે મોટી ગ્રાન્ટ ફાળવી છે વાંચસે ગુજરાત કાર્યક્રમને પણ તેઓએ સફળ બનાવવાના પ્રયત્નો કર્યા છે તથા ગ્રામ્ય વિસ્તારની શાળા ના કેમ્પસમાં વૃક્ષારોપણ તથા અન્ય ઈત્તર પ્રવૃત્તિઓ વિકશે તે માટે પ્રયત્નશીલ રહ્યા છે.
ભળિયાદ પ્રાથમિક શાળા, પોટરી પ્રાથમિક શાળા, સરસ્વતી પ્રાથમિક શાળા, તાલુકા શાળા નંબર(1.2) લખધીર વાસ પ્રાથમિક શાળા ગિબ્સન મિડલ સ્કૂલ, શાંતિવન પ્રાથમિક શાળા, વગેરે ઉપરાંત મોરબી તાલુકાના ધરમપુર, ટીમડી, બેલા, ગાળા, નવા સાદુરકા, લક્ષ્મીનગર વિગેરે ગામોનો પ્રવાસ કરી શાળા પ્રવેશઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.