સામાન્ય રીતે તમે જોયું હશે કે કોઈ મંદિરમાં પ્રસાદી તરીકે ખાંડ હોય, લાડુ હોય કે પેંડા હોય પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આ કોઈ મંદિરમાં પ્રસાદી તરીકે બ્રાઉની અથવા તો બર્ગર મળે ? હા મળે છે આજે અમે તમને એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકોને પ્રસાદી સ્વરૂપે સેન્ડવિચ અને બર્ગર આપવામાં આવે છે.

મળતી માહિતી મુજબ આ મંદિર ચેન્નાઈના પડપ્પાઈમાં આવેલું છે, જેનું નામ જય દુર્ગા પીઠમ મંદિર છે. અહીં લોકોને પ્રસાદ તરીકે બ્રાઉની, બર્ગર અને સેન્ડવીચ આપવામાં આવે છે. દુર્ગા પીઠમ મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરના પ્રસાદ FSSAI દ્વારા પ્રમાણિત પણ છે. આ સાથે પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે.

દુર્ગા પીઠમ મંદિરમાં ભક્તોનું રખાઈ છે વિશેષ ધ્યાન

જે ભક્તો મંદિરમાં નિયમિત આવતા હોય છે તેમના માટે વિશેષ સુવિધા આપવામાં આવે છે. અહી ભક્તોની જન્મતારીખ અને નામ રેકોર્ડમાં નોંધવામાં આવે છે. જ્યારે ભક્તો તેમના જન્મદિવસ પર મંદિરમાં આવે છે, ત્યારે અહીં જન્મદિવસની કેકનો પ્રસાદ મળે છે. કેક ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.