શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જણાવાયું છે કે દર માસના અંતિમ રવીવારે નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમ ધ્વારા પોતાના વિચારો શેર કરે છે.આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજુ કરે છે.દેશભરમાંથી બાળકો તથા અન્ય નાગરીકો પોતાના વિચાર વડાપ્રધાનને મોકલે છે. પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત ધ્વારા લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરે છે.
શહેરના તમામ વોર્ડના બુથમાં આવતીકાલે રવીવારે સવારે 11:00 કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મન કી બાત વીથ ટીફીન ંબેઠક કે સાથ કાર્યક્રમ યોજાશે. જેમાં શહેરના તમામ બુથોમાં શક્તિકેન્દ્રમાં મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થાય ટીફીન બેઠક યોજાશે. કાર્યક્રમમાં શહેરના તમામ બુથ પર શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં જોડાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ જાહેર અનુરોધ ર્ક્યો છે. મહાનગર કક્ષ્ાાએ વિરેન્દ્રસિંહ ઝાલાને તથા વિધાનસભા-68માં અશોક લુણાગરીયાને, 69 માં પરેશ હુબંલને, 70માં દીવ્યરાજસિંહ ગોહિલને તેમજ 71માં રાજુભાઈ બોરીચાને જવાબદારી સોંપાઈ તેમજ તમામ વોર્ડમાં વોર્ડપ્રભારી-વોર્ડપ્રમુખ જવાબદારી સંભાળશે.