- રાજકોટમાં પત્ની સાથે ઓનલાઈન સંબંધ ધરાવતા યુવક પર ખૂની હુમલો કરનાર પતિની ધરપકડ
- હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
રાજકોટમાં પત્ની સાથે ઓનલાઇન સંબંધ ધરાવતા યુવકને પતિએ પેટના ભાગે છરી ઝીંકી હત્યાની કોશિશ કર્યાનો બનાવ હાલ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં યુનિવર્સિટી રોડ પર રહેતા અને સાધુ વાસવાણી રોડ ઉપર જોલી સલૂન નામે દુકાન ધરાવતા 19 વર્ષના યુવાન પર ગુરુપ્રસાદ ચોક માં રહેતા શખ્સે છરી ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ ક્રાઈમ બ્રાન્ચને થતાં ક્રાઈમ બ્રાન્ચ ગણતરીની કલાકોમાં જ હત્યાની કોશિશ માં સંડોવાયેલા શખ્સને દબોચી કાર્યવાહી હાથ ધરી છે.જ્યાં તેને પૂછતાછમાં જણાવ્યું હતું કે, ધવલ તેની પત્ની સાથે ઓનલાઇન સંબંધ ધરાવતો હોવાથી તેને હુમલો કર્યાની કબૂલાત આપી છે.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલા હાઉસિંગ બોર્ડ કોટર માં રહેતા ધવલ રજનીભાઈ ચુડાસમા નામના યુવાનને સાધુવાસવાણી રોડ પર તેની સલૂન ની દુકાન માં ગ્રુપ પ્રસાદ ચોક માં રહેતા આરોપી પિયુષ પ્રવીણ ખેતરીયાએ પેટમાં છરી ઝીંકી દેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યારે ઈજા પામનાર ધવલનાં પિતા રજનીભાઈ એ નોંધાવેલી ફરિયાદમાં જણાંવ્યા મુજબ આજે સવારે તે, તેનો પૂત્ર ધવલ અને કૌંટુબિક સાળા પ્રકાશ ગોહેલ અને બાજુમાં મોબાઈલની દુકાન ધરાવતો અજય પોતાની દુકાને હાજર હતા ત્યારે બપોરે જમવાનો સમય થતા તેણે પુત્રને ટિફિન લઈ આવવાનું કહયું હતુ.
જેથી તેના પૂત્રએ વોશરુમ જઈ પછી ટિફિન લઈ આવીશ તેમ કહી દુકાનની બહાર નીકળી ગયો હતો. બાદ તેની બાજુમાં પંચરની દુકાન ધરાવતા અશોકે બુમાબુમ કરીને બહાર બોલાવતા તે દુકાનની બહાર નીકળતા જોયુ તો સામેથી ધવલ પગપાળા આવતો હતો અને તેના પેટમાં છરી ખુપેલી હતી જયાંથી લોહી નીકળતુ હતુ. કપડા પણ લોહીવાળા થઈ ગયા હતા. તેના પૂત્ર ધવલે હાથેથી પેટમાં ખૂંપેલી છરી કાઢી હતી બાદમાં તે રિક્ષામાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. પુત્રનાં આંતરડા પણ પેટની બહાર નીકળી ગયા હતા. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.પિયુષ ખેતરીયાએ છરીનો ઘા ઝીંકયો હોવાનું કહેતા તેના વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની જાણ થતા જ ક્રાઈમ બ્રાંચનાં પી.આઈ. જે.વી. ધોળા પીએસઆઈ ડામોર સ્થળ પર દોડી ગયા હતા. તપાસ કર્યા બાદ તત્કાળ આરોપી પિયુષને ઝડપી લઈ ગાંધીગ્રામ – 2 પોલીસને સોંપી દીધો હતો.ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યુ હતું કે આરોપી પિયુષની પત્ની ધવલના સલુનની બાજુમાં આવેલી એક હોસ્પિટલમાં નોકરી કરે છે. ગઈકાલે રાત્રે આરોપી પિયુષ અચાનક ત્યાં પહોંચી ગયો હતો તે વખતે તેની પત્ની મોબાઈલ પર કોઈની સાથે ચેટીંગ કરતી હતી. આરોપીએ કોની સાથે ચેટીંગ કરશ તેમ કહીને ધવલનું નામ જાણી લીધુ હતુ. જેનો ખાર રાખીને આજે તેના પર ખુની હુમલો કર્યો હતો.