ઓસ્ટ્રેલિયન-અમેરિકન બિઝનેસ ટાયકૂન અને 14 બિલિયનની સંપત્તિના માલિક મર્ડોકે 65 વર્ષની મોડલ સાથે 2016માં લગ્ન કર્યા હતા
ઓસ્ટ્રેલિયન-અમેરિકન બિઝનેસ ટાયકૂન અને મીડિયા મુગલ તરીકે વિશ્વભરમાં જાણીતા રૂપર્ટ મર્ડોક ફરી એકવાર છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. 6 વર્ષ પહેલા રૂપર્ટ મર્ડોક ચોથી વખત લગ્નના બંધનમાં બંધાયા હતા. અહેવાલ અનુસાર, 91 વર્ષીય મીડિયા ટાયકૂન રૂપર્ટ મર્ડોકે મોડલ એક્ટર પત્ની જેરી હોલથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનને પોતાના 6 વર્ષના લગ્ન જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં તલાક માટે અર્જી દાખલ કરશે. 91 વર્ષના મીડિયા મુગલ રૂપર્ટ મર્ડોકે 65 વર્ષની મોડલ સાથે 2016માં લગ્ન કર્યા હતા.
આ રૂપર્ટ મોર્ડોકના ચોથા લગ્ન છે. તેમના પહેલા લગ્ન પૈટ્રિસિયા બુકર સાથે થયા હતા. જે 1956થી લઈને 1967 સુધી ચાલ્યા હતા. મર્ડોકના બીજા લગ્ન અન્ના મારિયા ટોર્વ સાથે થયા હતા. જે 1967થી 1999 સુધી ચાલ્યા હતા. મીડિયા મોગલેના ત્રીજા લગ્ન 1999માં વેન્ડી ડેંગ સાથે થયા હતા અને જે 2013 સુધી ચાલ્યા હતા. રૂપર્ટ મર્ડોકે 2016માં જેરી હોલ સાથે લગ્ન કર્યા હતા. તેણી ’બેટમેન’ અને ’ધ ગ્રેજ્યુએટ’ જેવી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે રૂપર્ટ મર્ડોક 14 બિલિયન સંપત્તિના માલિક છે. આવી સ્થિતિમાં તેમના છૂટાછેડા વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડામાંથી એક બની શકે છે. જો કે, પત્ની જેરી હોલને છૂટાછેડાના બદલામાં મર્ડોક દ્વારા કોઈપણ રકમની ચૂકવણીની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા એમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિયોમાંથી એક જેફ બેઝોસના છે. જેફ બેઝોસની પત્ની મેકેન્ઝી બેઝોસને છૂટાછેડા માટે 38 અબજ ડોલર બિલિયન એટલે કે લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.