સોમનાથમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક, વિધાનસભાના પ્રભારીઓ સાથે પ્રદેશના નેતાઓની વન ટુ વન બેઠક, સૌરાષ્ટ્રની તમામ વિધાનસભા બેઠક માટે બનાવાય વ્યૂહ રચના
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસે ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે ગંભીરતા સાથે તૈયારીઓ આરંભી દીધી છે. દરમિયાન આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકો માટે અલગ-અલગ વ્યુહ રચના ઘડવામાં આવી હતી. વિધાનસભાના પ્રભારીઓ સાથે પ્રદેશના નેતાઓએ વન ટુ વન બેઠક યોજી હતી. સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા અલગ-અલગ ઝોનમાં કારોબારી બેઠક યોજવામાં આવ્યો છે. જેમાં વિધાનસભા બેઠકના પ્રભારીઓ સાથે વન ટુ વન બેઠક યોજી તમામને ચૂંટણી લક્ષી હોમ વર્ક આપવામાં આવે છે. આજે સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક પૂર્વ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા વેરાવળ બાયપાસથી સોમનાથ મંદિર સુધી એક વિશાળ બાઇક અને કાર રેલી યોજાઇ હતી. જેમાં હજ્જારોની સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગુજરાતના પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસના સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્ેદારો તથા આગેવાનો સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને મહાનગરોના પ્રમુખ સહિતના હોદ્ેદારો ઉ5સ્થિત રહ્યા હતા. બાઇક-કાર રેલી બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સોમનાથ મહાદેવનું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તમામ નેતાઓએ ભોળીયાનાથના મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠકનો આરંભ થયો હતો. જેમાં પ્રદેશ પ્રભારી ડો.રઘુ શર્મા અને પ્રદેશના હોદ્ેદારોએ વિધાનસભાના પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ આડેધડ ટિકિટની વહેંચણી કરવા માંગતુ નથી, જીતી શકે તેવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. કારોબારી બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છોડી ભાજપ કે અન્ય રાજકીય પક્ષોમાં જવાની સિઝન ચાલી રહી છે. પ્રભારી ડો.રઘુ શર્માએ કોંગ્રેસના ધારાસભ્યોને કચરો ગણાવતા મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હજી પક્ષની કાર્ય પ્રણાલીથી નારાજ છે. તેઓ ગમે ત્યારે પક્ષ છોડે તેવી પણ દહેશત જણાય રહી છે. કોંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સાથે સાથે સંગઠનને મજબૂત કરવા કરતા હયાત ધારાસભ્યોને પક્ષમાં જ રહે અને સંગઠનના હોદ્ેદારો પક્ષને ન છોડે તે સૌથી મોટો પડકાર છે. મજબૂત સંગઠન દ્વારા જ કોઇપણ ચૂંટણી જીતી શકાય છે તે વાત હવે કોંગ્રેસને બરાબર સમજાય ગઇ છે. 2022માં ગુજરાતને ફતેહ કરવા હવે સંગઠન પર ભાર મુકવામાં આવી રહ્યો છે.