આજે ગાંધીનગર ખાતે GSTને લઈને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. રાજ્યમાં GSTના અમલને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. મુખ્ય મંત્રીએ જણાવ્યું કે વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે તેના માટે નિરાકરણ લવાશે. દરેક જીલ્લામાંથી વેપારીઓની સેન્સ લેવાશે અને રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે ૬ ઓક્ટોબરે સેન્ટ્રલ GST કાઉન્સીલ બેઠકનું આયોજન કરવામાં આવશે. તેમજ બેઠકમાં પડતી મુશકેલીઓ અંગે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવશે.
CM રૂપાણીનું GSTના મુદ્દે નિવેદન, વેપારીઓને થતી મુશ્કેલીઓ માટે લવાશે નિરાકરણ
Previous Articleવડોદરા નજીકના મોટા ફોફળિયાના ડો.કિરણ પટેલે અમેરિકાની યુનિ.ને રૂ.1300 કરોડનું દાન આપ્યું
Next Article ઘરે જ બનાવો બંગાળની આ સ્પેશિયલ સ્વીટ ડિશ…