નવરાત્રિના કારણે લોકો ઉપવાસ કરતા હોય છે અને ઉપવાસમાં ફરાળ જ ખાવાનો આગ્રહ રાખતા હોય છે. તો અમે આજે તમારા આ આગ્રહને ધ્યાનમાં રાખી તમને એક મીઠી ફરાળી વાનગીની રીત બતાવવા જઈ રહ્યા છીએ. જેનું નામ છે સાબુદાણા રબડી. તમે આ વાનગી કોઈપણ ઉપવાસમાં બનાવીને ખાઈ શકો છો.
સાબુદાણા રબડી બનાવવા માટેની સામગ્રી –
સાબુદાણા – 1 કપ
દૂધ – 500 ગ્રામ
ખાંડ – 1 ચમચી
કેળા – 1
સફરજન – 1
ક્રીમ – 3 ચમચી
દાડમ – 1 ચમચી
ચેરી – 2 થી 3
કેસર – 5 દોરા
બદામ – 1 ચમચી
રબડી બનાવવાની રીત –
રબડી બનાવવા માટે સાબુદાણાને એક કલાક પલાળી રાખો. જેના બાદ તેને નીતારી સાઈડમાં રાખો.
હવે એક પેનમાં દૂધને ધીમા તાપે 2 થી 3 વખત ઉકાળો. 2 મિનિટ બાદ તેમાં સાબુદાણા નાખીને તેને જાડું થવા દો.જ્યારે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખી 2 મિનિટ સુધી ચઢવા દો અને પછી તેને ઠંડુ પડવા દો.હવે તેમાં સફરજન, કેળા, ક્રીમ નાખી બરાબર હલાવી દો અને તેને 15 મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો.હવે તમારી સાબુદાણાની રબડી તૈયાર થઈ ગઈ છે. તમે તેમાં દાડમના દાણા, ચેરી અને કેસર સાથે ગાર્નિશ કરી સર્વ કરો.