મહિલા મંડળના બહેનોએ કળશ અને અષ્ટમંગલ સાથે શોભાયાત્રા
શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે સૌ પ્રથમવાર ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પૂ. બા.બ્ર. નરેન્દ્રમુનિ મ઼સા. ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી પૂ. બા.બ્ર. જય-વિજયબાઈ મહાસતીજી ના કૃપાપાત્ર સુશિષ્યાઓ શ્રુતનિધિ પૂ.બા.બ્ર. સાધનાબાઈ મ઼, સરળ સ્વભાવી પૂ.બા.બ્ર. ચંદનબાઈ મ઼, સંઘવત્સલા પૂ.બા.બ્ર. વર્ષાબાઈ મ઼, ભદ્ર પિરણામી પૂ.બા.બ્ર. આરતીબાઈ મ઼, સ્વાધ્યાયપ્રેમી પૂ.બા.બ્ર. ખ્યાતીબાઈ મ઼, મધુરકંઠી પૂ.બા.બ્ર. હિનાબાઈ મ઼ આદી ઠાણા-6 નું ભવ્યાતિભવ્ય ચાતુર્માસ નિમિતે મંગલ પ્રવેશ નું આયોજન કરવામાં આવેલ હતુ. મંગલ ચાતુર્માસ પ્રવેશ શ્રી બેનાણી પિરવારના નિવાસ સ્થાને થી પ્રારંભ થઈ અને શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે સંપન્ન થયેલ હતો. સાધ્વીરત્ના પૂ. સાધનાબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. સુનિતાબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. સ્મિતાબાઈ મ઼, સાધ્વીરત્ના પૂ. વર્ષાબાઈ મ઼એ પ્રાસંગીક પ્રવચન ફરમાવેલ હતુ. ચાતુર્માસ નું સંચાલન શ્રી વર્ષાબેન પારેખ એ કરેલ હતુ તેમજ વિજયાબા મંડળ અને ગુરુ ગિરી ગિરમા ગૃપ ના મહિલા મંડળના બહેનોએ કળશ અને અષ્ટમંગલ સાથે શોભાયાત્રા દિપાવેલ હતી. આ ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશમાં જૈન પ્રોગ્રેસીવ ગૃપ, ગોંડલ મહિલા મંડળ, પ્રાર્થના મંડળ તથા શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘ – સેવા સમિતિના સભ્યો એ ભારે જહેમત ઉઠાવેલ હતી.
આ પ્રસંગે જૈન ગૃપ અને બહારગામના પ્રમુખો અને હોદેદારો ની શુભેચ્છાઓ મળેલ હતી. ગોંડલ નવાગઢ જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી, શેઠ ઉપાશ્રય જૈન સંઘના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, સંઘાણી સંપ્રદાયના પ્રમુખ શ્રી અશોકભાઈ કોઠારી, શેઠ ઉપાશ્રયના ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ માઉ, રોયલપાર્ક ઉપાશ્રયના ઉપપ્રમુખ શ્રી બિપીનભાઈ પારેખ વિ.એ પ્રસંગ ને અનુલક્ષીને શુભેચ્છા પાઠવી પ્રવચન આપેલ હતુ. આ ભવ્ય ચાતુર્માસ પ્રવેશમાં મહાનુભાવો શ્રી મનિષભાઈ દેસાઈ, જીતુભાઈ બેનાણી, રીનાબેન બેનાણી, નેમીનાથ વિતરાગના ભરતભાઈ દોશી, જગદીશભાઈ શેઠ, તનસુખભાઈ સંઘવી, નિતીનભાઈ દોશી, દીનેશભાઈ ટીંબડીયા, ચેતનભાઈ વખારીયા, અશોકભાઈ મોદી વિ. ઉપસ્થિત રહેલા હતા. ચાર મહિનાની સાધર્મિક ભક્તિનો સંપૂર્ણ લાભ માતુશ્રી રમીલાબેન હરકીશનભાઈ બેનાણી પિરવાર એ લીધેલ છે તેમજ પ્રભાવના અને આઈસ્ક્રીમ નો લાભ પણ બેનાણી પિરવારે લીધેલ હતો. શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં આ ભવ્યાતિભવ્ય ચાતુર્માસમાં ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ લાભ લીધેલ હતો. સ્વાગત પ્રવચન ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠએ આપેલ તથા વિજયભાઈ પારેખએ સ્વાગત ગીત ગાયેલ હતુ. ગોંડલથી સંઘાણી સંપ્રદાયના કારોબારી સભ્યો પધારેલ હતા. મોરબીના ઉપપ્રમુખ એ પ્રાસંગીક શુભેચ્છા પાઠવી મોરબીમાં તા. 4/7 ના પ્રવેશમાં બધા પધારે તેવુ ભાવભર્યું આમંત્રણ પાઠવેલ હતુ. દશાંગી તપ તા. રર/06 થી ચાલુ થશે અને તા. 01/07/22 થી વિવિધ વિષય ઉપર પૂ. મહાસતીજીઓ રોજબરોજ સવારે 9:30 કલાકે વ્યાખ્યાન ફરમાવશે.