રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીના માર્ગદર્શન હેઠળ આજે સવારે આરોગ્યશાખા અને ફૂડ શાખા દ્વારા કેનાલ રોડને લાગુ કેવડાવાડી વિસ્તારમાં આવેલ બાલાજી નમકીન પ્રોડકશન યુનિટમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. દરોડા દરમિયાન પ્રોડકશન યુનિટમાં સંગ્રહ કરાયેલો મિઠાઈ અને ફરસાણનો જથ્થો વાસી તેમજ અખાધ્ય હોવાનું તપાસનિષ અધિકારીઓને માલૂમ પડ્યું હતું. તેમજ મિઠાઈમાં જીવજંતુ, વંદા અને ઉંદર પણ જોવા મળ્યા હતા. ત્યારે આરોગ્ય શાખાના આધિકારી દ્વારા તાત્કાલિક આ યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે 170 કિલો મિઠાઈનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમજ મિઠાઈના નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત
- રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
- દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા નંબરે
- પાન કાર્ડમાં કયુઆર કોડ પણ હશે: પાન-02 પ્રોજેકટને બહાલી
- ભાવનગરના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી ત્રણ સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા
- જયંતિ સરધારા પર હુમલો પાટીદાર સમાજમાં ‘ઉભા ફાડિયા’ સમાન?
- અડધા ભારતને SIPની 12x12x24 ફોર્મ્યુલા ખબર નથી, જાણશે તે બની જશે 2 કરોડ રૂપિયાનો માલિક
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય