મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે: ૧૬ માસમાં અદ્વિતીય મંદિર સંતોએ તૈયાર કર્યું, બે દિવસ સુધી પ્રતિષ્ઠા વિધિ થશે, મંદિર ઉદઘાટન દશેરાએ થશે, સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન શરદપુનમે થશે
ધાર્મિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે ૭૦ વર્ષથી સેવારત રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સ્થાપક સદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન સ્વામીની અમીદ્રષ્ટિ અને મહંત સ્વામી સદગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના સંકલ્પાનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ખાતે નવર્ણીન્દ્રધામથનું નિર્માણ કરાયું છે. પાટડી વિરમગામ રોડ પર સાકાર થયેલ નૂતનતીર્થ ક્ષેત્ર શ્રી વર્ણીન્દ્રધામનું ઉદઘાટન મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તા.૩૦ને દશેરાને દિવસે સાંજે ૪:૦૦ કલાકે કરશે.
૭૦ લાખ લીટર પાણીને સમાવતા તળાવમાં કમળની પાંખડી વચ્ચે ૫૦૦૪૦૦ ફુટના અને ૧૦૮ ફુટ ઉંચાઈ ધરાવતા મંદિરોના શિખરો સુવર્ણક્રાંતિવાળા બનાવાયા છે. પ્રદક્ષિણામાં ૧૦૮ ગૌમુખ ધારામાંથી વહેતા જળમાં ભાવિકો સ્નાન-આચમન કરી શકશે. નિત્ય ભગવાનને ૧૦૮ લીટર દૂધનો અભિષેક થશે અને એ દૂધ પાછું એકઠું કરી અહીં રહેતા વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને અપાશે. દરરોજ સાંજે હાથી, ઘોડા, ગાયો, ડંકા, નિશાન વગેરે સાજ સાથે ભગવાનની રથયાત્રા-નગરયાત્રા નીકળશે. આબાલ વૃદ્ધ સહુકોઈને જાણવા-માણવા અને અનુભવવા જેવું ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતું રામ, શ્યામ, ઘનશ્યામ તેમજ દેશભકતોના જીવનની ઝાંખી કરાવતું વૈજ્ઞાનિક ટેકનોલોજી અને કલામંડિત પ્રદર્શનનું ઉદઘાટન તા.૫/૧૦/૨૦૧૭ શરદપૂનમે કરવામાં આવશે. ત્યાર પછી સહુ કોઈને નિહાળવા મળશે. જોવા મળશે. જેમાં ૧૧૦૦ ફુટની ટનલ, ટ્રેઈન વિહાર, થ્રી વોલ વિડીયો પ્રોજેકશન, પારિવારીક શિક્ષા ફિલ્મ નપિતા કા બલિદાનપ સાયન્સ સીટી, લાઈટ એન્ડ સાઉન્ડ વિઝન શો, વોટરપાર્ક, નૌકાવિહાર, ધાર્મિકમોલ તેમજ સ્વ‚ચિકર ભોજન માટે નિલકંઠ પ્રસાદનો લાભ લઈ શકશે.
જ‚રીયાત મંદ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે છાત્રાલય સુવિધા, મોબાઈલ મેડિકલ ડિસ્પેન્સરી દ્વારા ફ્રી નિદાન દવા અપાશે.સમયાંતરે ફ્રી મેડિકલ કેમ્પો યોજાશે. અહીદિવસ-રાત આજીવન અખંડધૂન થશે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી અને અમદાવાદ જીલ્લાના ૯૦ ઉપરાંત ગામના મહિલા-પુરુષો ભાગ લેશે. સુરત ગુરુકુલમાં ૧,૭૪,૦૦૦ કલાક અને નીલકંઠધામ પોઈચામાં ૩૫,૦૦૦ કલાકથી અખંડધૂન થાય છે. અત્રે ત્રીજી ધુન થશે. જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગૌરવ સમાન ગણાશે. ૨૦ ઉપરાંત વિરાટ હાથીઓથી શોભતો ગજેન્દ્ર પ્રવેશદ્વાર પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પૌરાણિકતાની સાથે આધુનિકતાનો સમન્વય ધરાવતું આવું વર્ણીન્દ્રધામ જેવું દર્શનીય સ્થાન ભારત કે કદાચ વિશ્ર્વભરમાં આ પ્રથમ હોય શકે એવું અમારુ માનવું છે.
વધુમાં શ્રી પ્રભુસ્વામીએ વાત કરતા કહ્યું હતું કે આ વર્ણીન્દ્રધામમાં સ્વામિનારાયણના સંતોનું આર્કિટ્રેકચર, ડિઝાઈન કલા અને પ્લાનિંગ છે. ભણેલા નહિ પરંતુ ગણેલા સંતો દ્વારા નિર્માણ પામેલ વર્ણીન્દ્રધામમાં ગુજરાતના ૩૦૦ મજુરો ઉપરાંત ઓડિશા, બંગાળ, રાજસ્થાન, બિહારના ૨૫૦ કારીગરોએ પોતાની કલાઓ વાપરી છે. મંદિરના શિખરો વગેરેમાં ગુજરાતના ૩૦ જેટલા મુસ્લિમ બિરાદરોએ સેવા આપી છે. ૩૩ લાખ ૭૦ હજાર માનવ કલાકો તથા સંતોની ૧ લાખ ૧૦ હજાર કલાકોના સેવા પરિશ્રમને લીધે કેવળ ૧૬ મહિનામાં જ ૨૦ એકર ભૂમિમાં વણિન્દ્રધામનું નિર્માણ થયું છે.
સંતોને કાર સેવા કરતા જોઈ ગરબી મજુરો અને કારીગરોએ નિ:સ્વાર્થ ભાવે ૧૧ દિવસની સ્વૈચ્છિક સેવા ઉપરાંત જ‚ર પડયે ઓવરટાઈમ ઠાકોરજી અર્થે જયારે ભાવિકો તરફથી પથ્થર, રેતી, કપચી, કલર, કેમિકલ્સ, ટાઈલ્સ, સ્ટીલ તથા ઈલેકટ્રીક વગેરેનો સામાન શકિત અનુસાર ભગવત સેવામાં આવેલ. અત્રે ઠાકોરજીની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે ૫૧ કલાક સતત સંકિર્તન-વંદુના પાઠ, નવરાત્રીના અનુસંધાને ૫૧ કલાક અખંડરાસ, અખંડ દંડવત્, પ્રદક્ષિણા, સ્વામિનારાયણ મંત્રનું લેખન, તેમજ તપની માળા ભાગવત આરાધના‚પે કરશે. ઠાકોરજીને પ્રથમ અભિષેક સ્નાન ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે ૧૦૦ ઉપરાંત સંતો ગુજરાતની જીવાદોરી સમી મા નર્મદાના જળથી કરશે અત્રે મીઠું પકડવા આગરીયાના બાળકો નિત્ય ભગવાનને નૃત્યકળા દ્વારા રીઝવશે. જૈન ધર્મના શંખેશ્ર્વર તીર્થથી ૨૫ કિ.મી.ના અંતરે અને અમદાવાદ-ગાંધીધામ હાઈવે પર માલવણ ચોકડીથી ૧૫ કિ.મી. પાટડી ગામે વર્ણીન્દ્રધામના દર્શન, પ્રવાસે પધારવા જેવું છે.