લંડન પાર્લામેન્ટ ખાતે એક્સેલન્સી સર્ટીફીકેટ એનાયત
ભારતીય લોક સંગીતએ દેશ અને દુનિયામાં ભારતની આગવી ઓળખ છે જેને લોકપ્રિય બનાવવા માટે ગાયકો પોતાના મધુર કંઠને સૂર અને તાલ સાથે કર્ણપ્રિય બનાવી પોતાની ઓળખ ઉભી કરતા હોય છે.
એથી પણ વિપરીત ગુજરાતના કચ્છ જિલ્લાની કચ્છી કોયલ અને દેશ-વિદેશમાં લોકગાયિકા ગીતાબેન રબારીની વાત કરીએ તો આ માલધારીની દીકરીએ કોઈ ઉસ્તાદ, પંડિત કે સંગીત વિશેષજ્ઞ પાસે કોઈ તાલિમ ન લીધેલ હોવા છતાં દેશ અને દુનિયાના પચાસ કરોડ થી પણ વધુ ચાહક વર્ગ ધરાવે છે, માત્ર 5 વર્ષના સમયગાળા દરમ્યાન ગુજરાતી ગાયકીમાં ટોપનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
તેમની આ સિદ્ધિને કારણે અનેક ઘણાં સન્માનો અને એવોર્ડ પણ તેમના નામે દર્જ થઈ ચુક્યા છે જેમાં મુખ્યત્વે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં પણ 2020 સ્થાન મળ્યું હતું.
હાલમાં તેમની લંડનની મુલાકાત દરમ્યાન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં તેમને સ્થાન મળ્યું છે. આ વર્લ્ડ બુક રેકોર્ડ અંગેનું એક્સસેલેન્સી સર્ટીફીકેટ લંડનની પાર્લામેન્ટ હાઉસ ખાતે વર્લ્ડ આજરોજ લંડન હેરો વેસ્ટ લંડનના MEMBER OF PARLIAMENT ગ્રંથા થોમસજીના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના આચાર્ય રાજેશ્વર ગુરુજી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ગૌરવશાળી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગીતાબેન રબારીને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, વિધાન સભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, રબારી સમાજના અગ્રણીઓમાં હીરાભાઈ રબારી, અરજણભાઇ રબારી, જેમલભાઈ રબારી વિગેરે મહાનુભાવો તરફથી અભિનંદન મળી રહ્યા છે.