બે ખોફ, બેવકૂફી બની જશે???
લોકોનું બે ખોફ પણું બેવકુફીમાં રૂપાંતરિત થઈ રહ્યું છે કારણકે હાલ જે કોરોના ના કેસ માં વધારો આવી રહ્યો છે તેની પાછળ લોકોની ગંભીરતાનો અભાવ સૌથી મોટું કારણ તરીકે સામે આવ્યું છે. બીજી સૌથી મોટી વાત એ છે કે એક જ મહિનામાં કોરોના ના કેસ 14 હજારથી વધુ 80 હજારે પહોંચ્યા છે. જેના પરથી એ અંદાજો આવી શકે છે કે લોકો હવે આવશે કે નહીં રહે તો તેઓને ઘણા પ્રશ્નો નો સામનો કરવો પડશે અને આ આંકડો સતત વધતો રહેશે. હવે ભારતમાં માત્ર કેસ વધવાનો જ પ્રશ્ન નહીં પરંતુ હવે મૃત્યુદરમાં વધારો થવાનો પ્રશ્ન પણ જટિલ બન્યો છે.
ગુજરાતમાં કોરોનાનો નવો વેરિયન્ટના કેસો વધ્યા!!!
ગુજરાત રાજ્યમાં ઓમિક્રોનનો નવો વેરિયન્ટ ફોટા કેસોમાં પણ ઉછાળો નોંધાયો છે. 21મી મેના રોજ ગુજરાતમાં 529 કેસ નોંધાયા હતા, જે જૂન 4ના 2249 કેસ જોવા મળ્યા હતા. એટલુંજ 144 દિવસના સૌથી વધુ કેસ રવિવારના રોજ નોંધાયા હતા, જેનો આંકડો 244એ પહોંચ્યો હતો. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી 431 સેમ્પલ લેવામાં આવ્યા હતા કિવિડ દર્દીઓના જે પૈકી 223 સેમ્પલો એટલે કે આશરે 52 ટકા જેટલા સેમ્પલ માં કોરોના નો નવો વેરિયન્ટ જોવા મળ્યો હતો. ગરીબોના જણાવ્યા અનુસાર જે લોકોએ રસીનો ડોઝ નથી લીધો તેઓ ઝડપભેર ડોઝ લિયે એ તેમના માટે હિતાવહ છે.
દેશમાં જે રીતે કોરોના ના કેસ ઝડપથી વધી રહ્યા છે તેની સામે મૃત્યુનો દર
પણ ચાર ગણો વધ્યો છે. જે આંકડાકીય માહિતી સામે આવી રહી છે તેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ છે કે હાલ જે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો છે અને તેમાં પણ 45 ટકાનો ઉછાળો આવ્યો છે ત્યારે કેરેલામાં 42 ટકા વધુ કેસ નોંધાયા હતા. ભાડા વિકટ પરિસ્થિતિમાંથી જો બચવું હોય તો જરૂરી એ છે કે લોકો સાવચેતી અને સલામતી રાખે અને પોતાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લઈએ.
કોરોના ગયા પછી પણ લોકોને ઘણી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે જે ન કરવો પડે તેના માટે દરેક લોકોએ તેની ગંભીરતાથી નોંધ લેવી ખૂબ જ જરૂરી છે. વિવિધ રાજ્યોમાં એક સપ્તાહમાં એક હજારથી નવા ઇન્ફેક્શનનો સામે આવી રહ્યા છે. અરે દેશના દરેક નાગરિકોએ ગંભીરતા લેવી જરૂરી છે કે જ્યારે કોરોના કેસ 14 હજાર હોય અને તે સીધો 80 હજારે પહોંચી જાય તો તે ગંભીર બાબત છે કારણ કે બાદ 62 ટકાનો સીધો ઉછાળો નોંધાયો છે. જાણવા જેવી વાત એ પણ છે કે હાલ આ વેરિએન્ટ ના કારણે ડોક્ટરો પણ કોરોના થી વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે અને તેઓ પણ કોરોના નો શિકાર બની રહ્યા છે.
ભારતમાં જે નવો વેરિયન્ટ આવ્યો છે તે ઓમિક્રોનને લગતો જ છે, કારણ કે આ વેરિએન્ટમાં લોકોને માથું દુખવું શરીર તૂટવું તથા હળવો તાવ આવવો એ લક્ષણ જોવા મળે છે. ત્યારે જેવી લોકો દ્વારા હજુ સુધી કોરોના રસ થી લેવામાં આવી ન હોય તેઓ રસી લઈને પોતાની જાતને સુરક્ષિત કરે એ જ સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કેન્દ્રના બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની કોરાના પોઝિટિવ
કેન્દ્રના બાળ સુરક્ષા મંત્રી સ્મૃતિ ઈરાની પણ કોરોના પોઝિટિવ થયા છે તેઓએ ટ્વિટર ઉપર ટ્વીટ કરતાં જણાવ્યું હતું કે તેમને કોરોના આવતા તેઓ દિલ્હી ખાતે આજે ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં ઉપસ્થિત રહી શક્યા નથી. તેઓ આ પૂર્વે વર્ષ 2020માં પણ કોરોના સંક્રમણ નો ભોગ બન્યા હતા અને ફરી એક વખત તેઓ કોવિડ પોઝિટિવ થયા છે.