800થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો: વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર છાત્રોનું કરાયું સન્માન
મારવાડી યુનિવર્સિટી એલુમ્ની એસોસીએશન એ 800થી વધુ વિદ્યાર્થીઓ સાથે એલુમ્ની મીટનોકાર્યક્રમ માણ્યો હતો. રાજકોટ ખાતે આવેલ ગુજરાતની એકમાત્ર એનએએસી એ+ એક્રેડિટેડ સંસ્થા મારવાડી યુનિવર્સિટીએ 11 જૂનના રોજ એલુમ્ની મીટની ઉજવણી કરી હતી જેમાં 800થી વધુ મારવાડી યુનિવર્સિટીના જુના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. મારવાડી યુનિવર્સિટી એલુમ્ની એસો.એ ભારતભરમાંથી જૂના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતુ. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે જેવાકે ઉચ્ચતર અભ્યાસ રિસર્ચ, શ્રેષ્ઠ કર્મચારી સ્ટાર્ટઅપ, અને એન્ટ્રેપ્રેન્યોરશિપ, રમત ગમત સંગીત, નૃત્ય, વગેરેમાં આગેકૂચ કરનાર વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા જ નામાંકિત થયેલા આવા એલુમ્ની ને પ્રો (ડો) સંદીપ સંચેતી, રેજીસ્ટ્રાર નરેશ જાડેજા વિવિધ ફેકલ્ટીના ડીન ડો.આર.બી. જાડેજા ડો. આર.એલ.ઝાલા ડો. આર. શ્રીધરન, ડો.સુનિલ જખોરીયા, ડો.આશિષ કકકડ, ડો.લાલજી બાલદાણીયા તથા ડો. વિકી જૈનએ અભિનંદન પાઠવ્યા હતા.
આ એલુમ્ની મીટ ગરબા, ડિનર સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતાના મારવાડી યુનિ.માં વીતેલા સમયને વાગોળ્યા તથા કોલેજ પ્રત્યે પોતાના પ્રેમને બાંટવા અમૂક વિદ્યાર્થીઓ તેમના જીવનસાથી અને બાળકોને પણ લાવ્યા હતા. પ્રોવોસ્ટ સરે એલુમ્ની એંગેજમેન્ટ કમિટી અને વોલનટીયરના અદભૂત કાર્યક્રમનું આયોજન કરવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.