જશાપરમાં પ્રાથમિક શાળાના 81માં જન્મદિનની રંગેચંગે ઉજવણી
ભાણવડ તાલુકાના જશાપરમાં સહુ પ્રથમ ન્યાલચંદ ભગવાનજી જૈનના મકાનમાં 1 થી 4 ધોરણ સુધી શાળા હતી. ત્યારબાદ શા.પોપટલાલ ઝીણાબાઇ મણિયારના પ્રયત્નથી તા.22/6/1941ના પ્રાથમિક શાળાનું નિર્માણ થયેલ. જોગાનુજોગ જે શાળામાં અભ્યાસ કરેલ છે તેવા જૈનમુનિ પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં શાળાના 81માં જન્મદિન નિમિતે બાલક-બાલિકાઓએ વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કરેલ.
આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થી નારણભાઇ ગાગલીયાએ હોલ નિર્માણમાં 1 લાખનું દાન જાહેર કરેલ. શાળાના શિક્ષક ગોવિંદભાઇ રાઠોડે ઋણ સ્વીકાર કરેલ.
આગામી 26 જૂનના પૂ.ધીરગુરૂદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે ધુવાડાબંધ ગામજમણની કે.ડી.કરમુર પરિવાર તરફથી ઘોષણા કરાતાં ઉમંગ છવાયો હતો.
પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની જન્મભૂમિ ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે પ્રવચનમાં જણાવ્યું હતું કે, બારાખડી શીખડાવનાર બા રખડી ન પડે…! તો જાણવું કે આપણે ભણેલા છીએ અને આપણે વડીલો અને માતા-પિતાનું માનસન્માન જણાવવું જોઇએ.