જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોના હસ્તાક્ષર સહિતના 1500 સ્ક્રેચીસનો સંગ્રહ
મહાનુભાવોના હસ્તાક્ષર સાથેના 150 લાઇવ સ્ક્રેચીસનું પ્રદર્શન શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે તા. 19-6 થી 21-6 દરમ્યાન સવારે 10 થી 1 સુધી અને બપોરે 4 થી 9 સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદધાટન રાજકોટના નવનિયુકત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા મુખ્ય અતિથિ ભરત યાજ્ઞીક અને રેણુકા યાજ્ઞીક કરશે.
‘અબતક’ સાથે શુભેચ્છા મુલાકાતમાં નવિનચંદ્ર કે. શાહએ જણાવ્યું હતું કે, સમય જતાં ખાસ કરીને નિવૃતિ બાદ જુદા જુદા ક્ષેત્રોમાં મહાનુભાવોના હસ્તાક્ષર સહિતનાં લગભગ 1500 સ્કેચીસ અને તેની સાથેના મારા 350 આસપાસ ફોટાનો સંગ્રહ છે. જેમાં રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, દિલીપકુમાર, દેવઆનંદ, શશીકપુર, શમ્મીકપુર, પંડિત રવિશંકર, પંડિત શિવકુમાર શર્મા, પઁડિત હરિપ્રસાદ ચોરસીયા, સંગીતકાર નૌશાદ, પંડિત જસરાજ, બિરજુ મહારાજ, દલાઇ લામા, લતા મંગેશકર, સ્વામી સચ્ચીદાનંદ પુ. ભાઇ રમેશભાઇ ઓઝા, પૂ. નમ્રમુનિ, પુ. મોરારીબાપુ, સચીત તેંડુલકર, 2006 નોબેલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનુસ, 2014 નોબેલ પ્રાઇઝ વિનર કૈલાસ સત્યાર્થી, ખલી, રજત શર્મા, અઝીમ પ્રેમજી, નિદા ફાઝલી, ચંદ્રકાન્ત, બક્ષી, મન્ના ઢડે, તારક મહેતા, સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી કવિ રાજેન્દ્ર શુકલ, કાંતિ ભટ્ટ, નગીનદાસ સંઘવી, ગુણવંત શાહનો સમાવેશ થાય છે.
ઉપરોકત સંગ્રહમાંથી પસંદ કરેલા 150 લાઇ સ્કેચીસનું એક પ્રદર્શન શ્યામા પ્રસાદ મુખરર્જી રેસકોસ, રાજકોટ ખાતે તા. 19 થી 21-6 દરમ્યાન યોજવા જઇ રહ્યો છે. જેનું ઉદઘાટન રાજકોટના નવનિયુકત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, તથા મુખ્ય અતિથિ ભરત યાજ્ઞીક, રેણુ યાજ્ઞીક ગૌરવ પુરસ્કૃત કરશે.