200થી 300 યુનિટ સુધી ફ્રી વિજ મેળવવાની માંગ

મુખ્યમંત્રીને સુવિદિત છે કે ગુજરાતમાં વીજળી ઘણી મોંઘી છે, ગુજરાતમાં વીજળી ઉત્પન્ન કરતા સરકારી સાહસોને રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક મારી નાખ્યા એટલે વીજળી માટે રાજ્ય ખાનગી વીજ ઉત્પાદન મથકો પર આશ્રિત થયું. ગુજરાત સરકારના આ આંધળા ખાનગીકરણની ઊંચી કિંમત હાલ ગુજરાતના નાગરિકો બેવડી રીતે ભોગવી રહ્યા છે.

પ્રથમ તો, ખાનગી પાવર પ્લાન્ટ સાથે 2007માં 25 વર્ષ સુઘી વીજળી ખરીદવાના જે  ફીક્સ ભાવો નક્કી કર્યા હતા તે ખાનગી પાવર પ્લાન્ટોના દબાણ હેઠળ આવીને ગુજરાત સરકારે રિવાઇઝ કરી આપ્યા.વધુમાં  એપ્રિલ 2021માં પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.80 રૂપિયા હતો, જુલાઈ 2021માં  પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 1.90 રૂપિયા થયો, ઓક્ટોબર 2021માં  પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.00 રૂપિયા થયો, જાન્યુઆરી 2022માં  પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.10 રૂપિયા થયો, માર્ચ 2022માં  પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.20 રૂપિયા થયો, એપ્રિલ 2022માં  પ્રતિ યુનિટ ફ્યુઅલ સરચાર્જ 2.30 રૂપિયા થયો, આમ સરકારની ભૂલનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

બીજું, ખાનગી પાવર પ્લાન્ટ કરાર મુજબ વીજળી પુરી પાડવામાં વચ્ચે વચ્ચે આડોડાઈ કરી કૃત્રિમ અછત ઉભી કરે છે ત્યારે ગુજરાત સરકારે ખુલ્લા બઝારમાંથી ખુબ ઊંચા ભાવે વીજળી ખરીદવી પડે છે.સરકારે ખુલ્લા બઝારમાંથી વીજળી ખરીદે એનો સીધો મતલબ છે કે રાજ્યની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે અને ગુજરાતની જનતા માથે દેવું વધી રહ્યું છે.આમ આદમી પાર્ટીની હાલ  દિલ્હી અને પંજાબ, એમ બે રાજ્યોમાં સરકાર છે તે પોતાના નાગરિકોને 200 અને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે એની સામે ગુજરાત સરકાર રાજ્યના નાગરિકો પાસેથી ખુબ ઊંચા દરો વસુલ કરે છે.આમ આદમી પાર્ટી-ગુજરાત, નાગરિકોની થઇ રહેલી ઉઘાડેછોગ લૂંટ સામે આગામી દિવસોમાં રાજ્ય વ્યાપી કાર્યક્રમો હાથ ધરવા જય રહી છે. આપ  દ્વારા માંગ છે કે ગુજરાતના નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે જેથી મોંઘવારીમાં પીસાઈ રહેલા મધ્યમ વર્ગને આંશિક રાહત મળે અને ગુજરાતની જનતા સાથે થયેલા અન્યાયનું નિવારણ થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.