ગુજરાત ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પરંતુ ઘણા લોકો આ ઈ-મેમોનો પણ ઉલાળિયો કરીને આવેલા મેમો ભરતા નથી. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લોકોને ટકોર કરવામાં આવી છે કે જો તમે ઈ-મેમો નહિ ભરો તો તમારા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે.
ટ્રાફિક પોલીસ દ્વારા જ્યારે કોઈ વાહન ચાલકને ઈ-મેમો ફટકારવામાં આવે ત્યારે એની પાછળ કુલ રુપિયા 40નો ખર્ચ થાય છે. ઈ-મેમો તૈયાર કરવો, કુરિયાર અને આરટીઓ સહિતનો તમામ ખર્ચ આવી જાય છે. ત્યારે હવે જો કોઈ નાગરિક ઈ-મેમો નહિ ભરે તો તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર સામે હાઈકોર્ટ દ્વારા આ એક ટકોર કરવામાં આવી છે. ઈ-કોર્ટ દ્વારા
પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરાશે. ગુજરાત HCના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે.