મોમોઝ આજના સમયમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ બની ગયા છે , પરંતુ શું તમે વિચાર્યું છે કે મોમોઝ વ્યક્તિ માટે મૃત્યુનું કારણ પણ બની શકે છે. જાણી ને નવાઈ લાગી ને, આ વાત છે તો કલ્પના બહારની પરંતુ તે સત્ય છે અને તેની પુષ્ટિ દેશની સર્વોચ્ચ તબીબી સંસ્થા AIIMS દ્વારા કરવામાં આવી છે. નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના નિષ્ણાતોએ ગૂંગળામણને કારણે મૃત્યુના દુર્લભ કેસની વાત કરી છે.
AIMS એ એવા લોકોને સલાહ આપી છે કે જેઓ લાલ ચટણી સાથે ગરમ મોમોઝ ખાય છે, તેમને બરાબર ચાવવાની અને સાવધાની સાથે ખાવાની સલાહ આપી છે. આવું ન કરવાથી સ્વાસ્થ્ય જોખમાય છે, એટલું જ નહીં આ મોમોઝ તમારી શારીરિક તન્દુરસ્તી પર પણ ભારે પડી શકે છે. AIIMSના નિષ્ણાતોનું માનવું છે કે જો તમે આવું નહી કરો તો તમારા જીવન માટે જોખમી છે. નિષ્ણાતોના સૂચન મુજબ જો તમે આવું ન કરો તો મોમોઝ પેટમાં ફસાઈ શકે છે, જે જીવન માટે જોખમી છે. હકીકતમાંમોમોઝ ખાધા પછી 50 વર્ષના એક વ્યક્તિની તબિયત બગડી અને તેમના કેસની સ્ટડી કર્યા બાદ જ AIIMSના નિષ્ણાતોએ આ વાત સામે લાવી છે.
આ મામલો દક્ષિણ દિલ્હીનો છે. જ્યાં 50 વર્ષીય વ્યક્તિને AIIMS હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ફોરેન્સિક રિપોર્ટ અનુસાર આ વ્યક્તિએ દારૂ પીધો હતો અને ત્યાર બાદ તેણે મોમોઝ ખાધા હતા. જે બાદ તે જમીન પર પડી ગયા હતો. નિષ્ણાતોનું કહેવું છે કે મોમોઝ તે વ્યક્તિના શ્વસનનળીમાં ફસાઈ ગયા, જેના કારણે તેનું મોત થઈ ગયું. આ સમસ્યાને ન્યુરોજેનિક કાર્ડિયાક અરેસ્ટ કહેવામાં આવે છે.
એક્સપર્ટ્સનું માનવું છે કે મૃત્યુનું કારણ એ છે કે જ્યારે પણ આપણે એવી કોઈ વસ્તુ ખાઈએ છીએ જેની સાઈઝ વધારે હોય અથવા અંદર ફૂલવાની શક્યતા હોય તો આવી વસ્તુઓને ખૂબ ચાવવી જોઈએ. નિષ્ણાતોએ કહ્યું કે જો આપણે ચાવ્યા વગર ખાઈએ છીએ, તો તે વસ્તુ લપસીને શ્વસન નળીમાં ફસાઈ જવાની સંભાવના છે. તે શ્વસનતંત્રને અવરોધિત કરી શકે છે અને તે મૃત્યુ તરફ દોરી શકે છે.