જર્જરિત ટાંકાનો સ્લેબ ધરાશાયી થતાં મહિલા લોહીલુહાણ
રાજકોટની સિવિલ હોસ્પિટલ અનેક વખત વિવાદોમાં સપડાય ચૂકી છે ત્યારે ફરી એક વખત એવી જ એક ઘટના સામે આવી છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂના જર્જરિત પાણીના ટાંકા નો સ્લેપ આજરોજ બપોરના સમયે તેની નીચે ભોજન કરવા બેઠેલ સફાઈ કામદાર મહિલા ઉપર પડતાં તે લોહિલુહાણ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દુર્ઘટના સર્જાતા જ તત્કાલિક પાણીના ટાંકા પાસે ના વિસ્તારને બેરીકેટ લગાવી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અનેક વખત જર્જરિત ટાંકા વિશે રજૂઆત કરવા છતાં પણ તેને આ તરફ કોઈ ધ્યાન આપ્યું હતું જેના કારણે આજરોજ આ દુર્ઘટના સર્જાઇ છે.
સફાઈ કામદાર મહિલા ભોજન કરવા ટાંકાના છાયા નીચે બેઠી હતી ત્યારે સર્જાઈ દુર્ઘટના
બનાવની બનાવની વિગતો મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસે આવેલ વર્ષો જૂના જર્જરિત પાણીના ટાંકા નીચે સફાઈ કામદાર શોભનાબેન સુરેશભાઈ ઝાલા ગામની 40 વર્ષીય મહિલા બપોરનું ભોજન કરવા માટે ટાંકા ના છાયા નીચે બેઠી હતી. ત્યારે ભોજન કરતાં સમયે ઉપર પાણીનો ટાંકો છલકાઇ જતા ટાંકાના પોપડા મહિલા પર પડતાં કે ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક ઇમર્જન્સીમાં ખસેડવામાં આવી હતી બનાવતી મહિલા લોહીલૂહાણ મળી હતી.
સળગતો સવાલ કાળમુખો બનેલો ટાંકો કોઈનો જીવ લેશે કે શું?
સિવિલ હોસ્પિટલ જ્યારથી રાજકોટમાં પ્રારંભ થઇ ત્યારથી આ જર્જરિત પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો શરૂઆતથી લઈને આજ સુધી પણ તે પાણીના ટાંકામાં કોઈ સમારકામ કરવામાં આવ્યું હતું જેના કારણે આ પાણીનો ટાંકો જર્જરિત બન્યો હતો અને એક વખત સિવિલના સત્તાધીશોને રજૂઆતો કરવા છતાં પણ તેમને આ તરફ કોઈ ધ્યાન દીધું હતું જેના કારણે આજે આ દુર્ઘટના સર્જાઇ છે દુર્ઘટના સર્જાતા જ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર આર.એસ ત્રિવેદી દ્વારા “જાગ્યા ત્યારે ભાગ્યા ” જેવું કામ કરી પાણીના ટાંકા ની આજુબાજુ બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા અને તે ટાંકા પાસે કોઈ જઇ નહીં તેવી સૂચના આપી દેવામાં આવી હતી. પરંતુ દુર્ઘટના સર્જાઈ આબાદ પગલાં લેવા પણ શુભકામના જો અગાઉથી જ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તે જ રીતે નું સમારકામ કરવામાં આવ્યું હોત તો આજે આ દુર્ઘટના થતી નહોતી પરંતુ તે તરફ ધ્યાન ન દેતા હશે તે દૂર ઘટના ઘટતા મહિલા લોહીલુહાણ બની હતી. હાલ તો હવે જોવાનું એ રહ્યું કે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા જર્જરિત ટાંકા નું સમારકામ ક્યારે શરૂ કરવામાં આવે છે જેના કારણે આવી દુર્ઘટના ફરી ના સમજાય જો વહેલી તકે સમારકામ કરાવવામાં આવ્યું નહિ તો આ ટાંકો પૂરી રીતે ધરાસાઈ થઈ અને સિવિલ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.
હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ અનેક વખત સુપ્રિન્ટેન્ડેન્ટને ટાંકાના સમારકામ માટે જણાવવામાં આવ્યું’તું
સિવિલ હોસ્પિટલમાં વર્ષો જૂના ટાંકા નું પોપડું આજે પડતા મહિલા ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ટાંકા ના છાયા નીચે મહિલા બપોરનું ભોજન લઇ રહી હતી ત્યારે તેના પર આ પોપડુ પાડતાં પડતા દુર્ઘટના સર્જાઇ હતી. વર્ષો જૂના આ જર્જરિત ટાંકામાં કોઈ જ સમારકામ કરાવવામાં આવ્યું ન હતું જેના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી ચોમાસું આવ્યું તે પહેલાં જ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અનેક વખત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સમારકામ કરવા માટે જાણ કરવામાં આવી હતી પરંતુ તેમને આ તરફ કોઈ ધ્યાન દીધું જ હતું જેના કારણે જ આ દુર્ઘટના સર્જાઇ છે.